Home> Gujarat
Advertisement
Prev
Next

AAP માં સત્તા મળે તે પહેલા જ તડા! ગાંધીનગરના એકમાત્ર કોર્પોરેટરે રાજીનામાની ધમકી આપી

આમ આદમી પાર્ટી જોરોશોરોથી ગુજરાતમાં આવી અને કાર્યરત્ત થઇ. શરૂઆતનાં તબક્કે તો તેનું આક્રમક વલણ જોતા લાગી રહ્યું હતું કે તે વિપક્ષી પાર્ટી તરીકે કડક ટક્કર આપશે. તેવું જ તેનું પ્રદર્શન પણ સુરતમાં રહ્યું. જો કે ગાંધીનગરમાં તેના પ્રદર્શનમાં અચાનક ધડામ કરતો ઘટાડો જોવા મળ્યો હતો. 

AAP માં સત્તા મળે તે પહેલા જ તડા! ગાંધીનગરના એકમાત્ર કોર્પોરેટરે રાજીનામાની ધમકી આપી

ગાંધીનગર : આમ આદમી પાર્ટી જોરોશોરોથી ગુજરાતમાં આવી અને કાર્યરત્ત થઇ. શરૂઆતનાં તબક્કે તો તેનું આક્રમક વલણ જોતા લાગી રહ્યું હતું કે તે વિપક્ષી પાર્ટી તરીકે કડક ટક્કર આપશે. તેવું જ તેનું પ્રદર્શન પણ સુરતમાં રહ્યું. જો કે ગાંધીનગરમાં તેના પ્રદર્શનમાં અચાનક ધડામ કરતો ઘટાડો જોવા મળ્યો હતો. 

fallbacks

તેવામાં હવે એકતા અને મજબુત દેખાતી પાર્ટીમાં પણ તડા દેખાવાના શરૂ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીનો આર્થિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા કોર્પોરેટર તુષાર પરીખે સ્થાનિક કાર્યક્રમોમાં નજર અંદાજ કરાતો હોવાનો આરોપ લગાવીને રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. 

ગાંધીનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા ટ્વીટર પર બળાપો કઢાયો હતો. તેમણે અરવિંદ કેજરીવાલને ટેગ કરીને ટ્વીટમાં જ રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે, સ્થાનિક કક્ષાએ તેમનું માન સન્માન નહી જળવાય તો તેઓ પાર્ટી છોડવા માટે મજબુર બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More