Home> Gujarat
Advertisement
Prev
Next

આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું....

રીવાબાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે ચારેતરફથી તેમની વાહવાહી થઈ રહી છે

આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું....

મુસ્તાક દલ/જામનગર :રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિવસને સમાજ સેવાના માધ્યમથી યાદગાર બનાવ્યો છે. રીવાબા જાડેજા (Rivaba  Jadeja) એ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રીવાબાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે ચારેતરફથી તેમની વાહવાહી થઈ રહી છે. આમ, રિવાબાબા જાડેજાએ ગઈકાલે જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. 

fallbacks

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીવાબાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, ‘આજના સ્પેશિયલ દિવસ પર હું મારી આંખોનું દાન કરવા માંગું છું. જો કોઈની જિંદગીમાં રોશની લાવવાની મને તક મળે છે, તો તેનાથી વધીને મોટી ખુશી બીજી કોઈ નથી.’ આ વીડિયોના કેપ્શનમાં જાડેજાએ લખ્યું કે, જન્મદિવસની શુભેચ્છાઓ મારી જાન, મારી તાકાત, મારી ખુશી અને મારા જીવનનો સ્ત્રોત બનવા માટે આભાર....

રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયા હતા. 2016માં આઈપીએલ દરમિયાન બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. જાડેજાના પત્ની રીવાબા બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, આ સમયે જાડેજા આઈપીએલ 2020 માટે યુએઈમાં હતા. આઈપીએલની આગામી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે, જેમાં જાડેજા ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) તરફથી રમતા મેદાન પર નજર આવશે. 

આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી

આ પણ વાંચો : અમિત શાહથી લઈને અભય ભારદ્વાજ સુધી ગુજરાતના બે ડઝનથી વધુ નેતા કોરોનાના શિકાર થયા છે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More