નવી દિલ્હીઃ હંમેશા માનવામાં આવે છે કે ટી20 ક્રિકેટમાં બેટ્સમેનોની બોલબાલા રહે છે. પરંતુ ફટાફટ ક્રિકેટના આ ફોર્મેટમાં ઘણા એવા બોલર છે, જે પોતાની દમદાર બોલિંગની મદદથી બેટ્સમેનોને બાંધી રાખે છે. આ વચ્ચે અમે આ લેખમાં તમારા માટે લઈને આવ્યા છીએ આઈપીએલ ઈતિહાસના તે 5 બોલરોના નામ, જે આ ટૂર્નામેન્ટની ડેથ ઓવરમાં સૌથી વધુ ઓછા ખર્ચાળ સાબિત થાય છે. આવો જાણીએ ક્યા બોલરની ઇકોનોમી રેટ અંતિમ 5 ઓવર દરમિયાન સૌથી ઓછો રહે છે.
5- સુનીલ નરેન- 7.88 ઇકોનોમી રેટ
કેરેબિયન ઓલરાઉન્ડર સુનીલ નરેન (Sunil Narine) પોતાના જાદૂઈ બોલિંગ માટે જાણીતો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નરેનની બોલિંગનો આ જાદૂ હજુ પણ યથાવત છે. નરેને ડેથ ઓવર દરમિયાન કુલ 619 બોલ ફંકી છે. જેમાં સુનીલ નરેને 7.88ની ઇકોનોમી રેટથી 813 રન આપ્યા છે.
4- મિશેલ સ્ટાર્ક- 7.83 ઇકોનોમી રેટ
ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક (Mitchell Starc) ઈજાને કારણે વધુ આઈપીએલ મેચ રમી શક્યો નથી. પરંતુ સ્ટાર્કે પોતાના નાના આઈપીએલ કરિયર દરમિયાન પોતાની એક અલગ છાપ છોડી છે. મિશેલ સ્ટાર્કે આઈપીએલમાં અંતિમ ઓવરોમાં બોલિંગ કરતા 190 બોલ ફેંક્યા છે, આ દરમિયાન સ્ટાર્કે 7.83ની ઇકોનોમી રેટ સાથે 248 રન આપ્યા છે.
3- લસિથ મલિંગા- 7.82 ઇકોનોમી રેટ
આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર શ્રીલંકાના પેસર લસિથ મલિંગાનું નામ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. મલિંગાએ આઈપીએલ ડેથ ઓવર દમરિયાન સૌથી વધુ 917 બોલ ફેંક્યા છે. આ દરમિયાન મલિંગાએ 7.82ની ઇકોનોમી રેટની સાથે 1196 રન આપ્યા છે.
2- ડગ બોલિંગર 7.51 ઇકોનોમી રેટ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડગ બોલિંગરનો હાલ આઈપીએલ સાથે કઈ નાતો નથી. પરંતુ ડગ બોલિંગર પોતાની શાનદાર બોલિંગની મદદથી આઈપીએલમાં જાણીતો હતો. બોલિંગરે આઈપીએલ ડેથ ઓવરમાં 210 બોલ દરમિયાન 7.51ની ઇકોનોમી રેટથી 263 રન આપ્યા છે.
ઈંગ્લેન્ડના આ સ્ટાર બેટ્સમેને કરી નિવૃતિની જાહેરાત, ભારત વિરુદ્ધ રમી હતી સૌથી મોટી ઈનિંગ
1- રાશિદ ખાન- 7.25 ઇકોનોમી રેટ
અફઘાનિસ્તાનના સૌથી દમદાર ફિરકી બોલર રાશિદ ખાન આઈપીએલના સૌથી ઘાતક બોલરોમાંથી એક છે. આ કારણ છે કે રાશિદનું નામ આ લિસ્ટમાં પહેલાં સ્થાન પર છે. રાશિદ ખાને પોતાની જાદૂઈ બોલિંગથી ડેથ ઓવરમાં 144 બોલમાં માત્ર 7.25 ઇકોનોમી રેટની સાથે 174 રન આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે