અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં 22 દિવસ પહેલા થયેલી હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મૃતકને આરોપીની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકામાં હત્યા કરવા માટે આરોપી રાજસ્થાનથી ખાસ આવ્યો હતો. આરોપી હત્યાને અંજામ આપી ફરી રાજસ્થાન ભાગી ગયો હતો. ઉપરાંત પોતાના કપડાં સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની માહિતી તપાસમાં સામે આવ્યું છે.
ફાઈટર પ્લેન કેમ થયું ક્રેશ? વાયુસેનાએ જણાવી અંદરની વાત, ઘટનામાં 1 પાયલોટનું મોત
અમદાવાદ ના ઇસનપુર માં 11 માર્ચના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસેથી 55 વર્ષીય આધેડ પૂનમ દંતાણીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. જે હત્યામાં ફરાર આરોપી શંકર મીણાની હિંમતનગર પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી શંકરને શંકા હતી કે મૃતક પૂનમને તેની પત્ની સાથે આડા સંબંધ છે. જેને લઇ અગાઉ શંકરની તેની પત્ની અને મૃતક સાથે પણ તકરાર થઈ ચુકી હતી. 11 માર્ચની રાત્રે મૃતકે આરોપીને તેની પત્ની સાથેના આડા સંબંધની શંકાને લઈને ઉશ્કેર્યો હતો. જે બાદ આરોપી શંકર રાજસ્થાનથી આવીને આધેડ પૂનમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
પત્નીના અંગત ફોટા, 4 લાખની લોન...આરી વડે મિત્રના 9 ટુકડા, સ્ત્રી વેશ ધારણ કરી નિકાલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હિંમતનગર પાસેથી આરોપી શંકરની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, આરોપીએ ત્રિશૂળ જેવા હથિયારથી મૃતકને છરીના 14 ઘા માર્યા હતા. આરોપીએ કાવતરા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપીએ હત્યા પહેલા પોતાના શરીર પર પ્લાસ્ટિક વીંટ્યું હતું. ઉપરાંત મૃતકને માથામાં બોથડ પદાર્થનો પહેલા ઘા મારી બેભાન કર્યા બાદ મૃતકના કપડા હટાવી તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જે બાદ કપડા સરખા કરી ફરાર થઈ ગયો હતો. ઉપરાંત હત્યા કર્યા બાદ પોતાના પહેરેલા અને મૃતકના લોહીના ડાઘ વાળા કપડા પોતાના વતન પહોંચી સળગાવી દીધા હતા. આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને લઈ તકરાર થતી હતી. જેથી આરોપીની પત્ની હાજર ન હતી તે સમયે હત્યાને અંજામ આપે મકાન બંધ કરીને ફરાર થયો હતો.
જોજો! આનંદ ન પડી જાય ભારે: ગુજરાતના આ વોટર પાર્કમાં જતી વખતે ખાસ રાખજો સાવધાની, નહીં..
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અને મૃતક છેલ્લા 25 વર્ષથી એકબીજાના પાડોશમાં રહેતા હતા. પરંતુ હત્યા નીપજાવી આરોપી શંકર અચાનક જ મકાન બંધ કરી જતો રહેતા પોલીસને શંકા ઉપજી હતી. ત્યારબાદ આસપાસના સીસીટીવી તપાસ કરતા શંકાસ્પદ એક વ્યક્તિની અવરજવર દેખાઈ હતી. ત્યારબાદ આરોપીના વતન અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે