જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલમાં મંજૂરી વિના ધમધમી રહેલા વોટર પાર્કનો ભંડાફોડ થયો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા આ વોટરપાર્કમાં કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં લોકો અહીં બિન્ધાસ્ત લોકો પાસે પૈસા ઉઘરાવી વોટર પાર્કમાં લોકોને જીવના જોખમે રાઈડ કરાવવામાં આવતી હતી. જે બાબતે અહેવાલ પ્રસારિત થતા મામલતદાર અને પોલીસ વિભાગ હરકતમાં આવતા વોટરપાર્ક બંધ કરાવવામાં આવ્યું છે.
ફાઈટર પ્લેન કેમ થયું ક્રેશ? વાયુસેનાએ જણાવી અંદરની વાત, ઘટનામાં 1 પાયલોટનું મોત
પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ના ઢીંકવા ગામ નજીક આવેલ સરદાર વોટર પાર્ક કોઈ પણ મંજૂરી વિના જ ધમધમી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. ઝી 24 કલાકે વોટર પાર્કની મુલાકાત લેતા કોઈ પ્રકારની મંજૂરી નહીં હોવાનો ખુલાસો થયો હતો. અહીં રજાઓના દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વોટર રાઈડની મજા માણવા માટે આવતા હોય છે. પરંતુ અહીં ખૂબ બેદરકારી પૂર્વક જોખમ સાથે લોકોને રાઈડ કરાવવા માં આવતી હતી. કોઈ પણ ફિટનેસ, ફાયર સહિતની કોઈ પણ મંજૂરી વિના ધમધમી રહ્યા હતા.
વિદેશીઓના પ્રવેશ માટે નવો કાયદો પાસ, ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો તો મર્યા, જાણો
અહેવાલ પ્રસારિત થતાં ની સાથે જ હાલોલ તાલુકા મામલતદાર અને પોલીસની ટીમો વોટરપાર્ક ખાતે આવી પહોંચી હતી. ટીમોએ અહીં તપાસ કરી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પ્રકારની મંજૂરી નહિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં સામે આવ્યું હતું.
ગુજરાતના આ શહેરમાં મોટી દુર્ઘટના ટળી! આકાશમાંથી પડ્યું એરફોર્સનું વિમાન, સળગી ઉઠ્યો
અહીં મજા માણવા આવેલા લોકો ને પણ ખરાબ અનુભવ થયો હતો.કેટલાય લોકો રાઈડ માં ફસાઈ ગયા હતા જ્યારે કેટલાક લોકો ને હાથ અને પગ માં ઇજાઓ થતાં લોહી લુહાન થયા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા.વ્યક્તિ દીઠ 600 રૂપિયા લઈ ને લોકોને કેટલાક કલાક વોટરપાર્ક ની મજા માણવા દેવામાં આવતી હતી. પરંતુ વોટરપાર્કમાં મજા માણવા આવેલા લોકોને વોટરપાર્કની મંજૂરી ન હોવાથી સમય પહેલા પોલીસે સુરક્ષા કારણોસર બધાને બહાર કાઢતા લોકોએ ટીકીટ બારી પર વળતર બાબતે હોબાળો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે