Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં વરસાદી આફતમાં શહેરીજનો વચ્ચે જોવા મળ્યો મગર

વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેને લઇ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શહેરમાં પૂરના પગલે મગરો વિશ્વામિત્ર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે.

વડોદરામાં વરસાદી આફતમાં શહેરીજનો વચ્ચે જોવા મળ્યો મગર

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેને લઇ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ શહેરમાં પૂરના પગલે મગરો વિશ્વામિત્ર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. જેને લઇને નદી આસપાસના વિસ્તારોના શહેરીજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- વડોદરામાં આભ ફાટ્યું: પૂરની સ્થિતિ વચ્ચે NDRFની ટીમનું રેસ્ક્યૂ, દાઢ માસના બાળકનો બચાવ્યો જીવ

વડોદરામાં જળબંબાકાર વરસાદને પગલે આખું વડોદરા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા જનજીવન ઠપ થયું છે. ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે. તેમજ NDRFની ટીમો બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજે 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- વડોદરામાં આફતનો વરસાદ: 4000થી વધુ લોકોનું સ્થળાંતર, 6 વ્યક્તિના મોત

જ્યારે ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા છે. જેના કારણે કાલાધોડાનો બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ એશિયામાં સૌથી વધુ મગરો વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરે છે. ત્યારે નદીના પાણી શહેરમાં ધસી આવતા મગરો નદીમાંથી નીકળી રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા છે. શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More