Home> Gujarat
Advertisement
Prev
Next

CWC: કોંગ્રેસ કાર્યસમિતિના કેન્દ્રમાં રહ્યાં ગાંધી-નેહરૂ-પટેલ, આ પ્રસ્તાવ થયા પસાર

કોંગ્રેસ હાઈકમાન્ડે મંગળવારે કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ પર મંથન કર્યુ હતું. આ દરમિયાન જિલ્લા એકમોને વધુ અધિકાર આપવા સહિત સંગઠાનત્મક સુધારો પર પણ ભાર આપ્યો હતો.

CWC: કોંગ્રેસ કાર્યસમિતિના કેન્દ્રમાં રહ્યાં ગાંધી-નેહરૂ-પટેલ, આ પ્રસ્તાવ થયા પસાર

અમદાવાદઃ આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આજે સરદાક પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક મળી હતી. આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠર બાદ તેમાં થયેલી ચર્ચાની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યુ કે મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ હતા તે વાતને 100 વર્ષ થશે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.

fallbacks

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આવતીકાલના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. જયરામ રમેશે જણાવ્યુ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક્સટેન્ડેડ બેઠકમાં 158 સભ્યો હાજર રહ્યા હતા. સરદાર પટેલને લઈને વિશેષ પ્રસ્તાવ પર ચર્ચા કરી તે પસાર કરવામાં આવ્યો છે.

જયરામ રમેશે જણાવ્યુ કે આ બેઠકમાં અન્ય બે પ્રસ્તાવ રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતને લઈને એક પ્રસ્તાવ રજૂ થયો હતો. દેશના બંધારણમાં સામજિક, આર્થિક, ન્યાય અને રાજકીય ન્યાય અંગે ઉલ્લેખ કરાયો છે. આ બાબતે આવતીકાલે વિસ્તૃત ચર્ચા થશે. 

જયરામ રમેશે જણાવ્યુ કે સરદાર-નહેરૂની અનોખી જુગલબંધી હતી. જે લોકો કહે છે કે સરદાર પટેલ અને નહેરૂ વચ્ચે મતભેદો હતા તે પ્રોપગેન્ડા ચલાવી રહ્યાં છે. પ્રસ્તાવમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે. તેમણે કહ્યું કે આજે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂત સંગઠનો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તે સરદાર પટેલનું અપમાન છે. તેમણે કહ્યું કે દેશની અનેક ગાંધીવાદી સંસ્થાઓ પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીજી અને સરદારનું વારંવાર નામ લઈ તેમના વારસા પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

મલ્લિકાર્જુન ખડગેએ સંઘ પર કર્યા પ્રહાર
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંઘ અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય નાયકો વિરુદ્ધ કાવતરૂ ઘડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ આરએસએસની વિચારધારાની વિરુદ્ધ હતા અને આજે આ સંગઠન સરદાર પટેલની વિરાસત પર દાવો કરે છે તે હાસ્યાસ્પદ છે. કોંગ્રેસ અધ્યક્ષે ગાંધી અને સરદારની ભૂમિ પરથી પ્રેરણા લેવાની વાત કહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More