Home> Sports
Advertisement
Prev
Next

RCB vs MI : 12મી ઓવરના બીજા બોલ પર એવું તે શું થયું કે કોહલી બોલર અને વિકેટકીપર પર થયો ગુસ્સે ? Video વાયરલ

RCB vs MI : વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લાઈવ મેચ દરમિયાન ગુસ્સામાં પોતાની કેપ જમીન પર ફેંકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિરાટે આવું કેમ કર્યું ? 

RCB vs MI : 12મી ઓવરના બીજા બોલ પર એવું તે શું થયું કે કોહલી બોલર અને વિકેટકીપર પર થયો ગુસ્સે ? Video વાયરલ

RCB vs MI : IPL 2025ની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 વર્ષ બાદ આ મેદાન પર જીત મેળવી હતી. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 4 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ 5માંથી 4 મેચ હારી છે અને તે 8માં સ્થાને છે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે આ મેચનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોહલી ગુસ્સામાં છે અને તેણે પોતાની કેપ જમીન પર ફેંકી હતી. 

fallbacks

આ ભારતીય ક્રિકેટરની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાયો

વિરાટનો ગુસ્સો સાતમા આસમાને

સૂર્યકુમાર યાદવનો આસાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે વિકેટકીપર જીતેશ શર્મા અને યશ દયાલ ટકરાયા હતા, પરિણામે કેચ છૂટી ગયો હતો. આ જોઈને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ગુસ્સે થયો હતો અને કેપ જમીન પર જોરથી પછાડી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ કેચ છૂટવાથી RCBને વધુ નુકસાન થયું નહોતું કારણ કે સૂર્યકુમાર યાદવ ત્યાર બાદ તેની ઇનિંગમાં માત્ર એક રન જ ઉમેરી શક્યો હતો અને આઉટ થયો હતો.

 

12મી ઓવરના બીજા બોલે છૂટ્યો કેચ

ઈનિંગની 12મી ઓવરના બીજા બોલ પર યશ દયાલે ધીમો બોલ નાખ્યો અને બોલ સૂર્યકુમારના બેટની કિનારીને અડીને હવામાં ઉંચો ગયો. ત્યારે કેચ લેવામાં જીતેશ અને દયાલ વચ્ચે ગેરસમજ ઊભી થઈ અને તક ગુમાવી દીધી, જેના કારણે કોહલી ગુસ્સે થયો હતો. જ્યારે કેચ છૂટ્યો ત્યારે સૂર્યકુમાર 27 રન પર બેટિંગ કરી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, દયાલે એ જ ઓવરના છેલ્લા બોલ પર બીજો ધીમો બોલ ફેંક્યો. આ વખતે સૂર્ય કુમાર યાદવને રાહત મળી ન હતી કારણ કે ફિલ સોલ્ટે મિડ-ઑફમાં કોઈ ભૂલ કરી ન હતી અને તેની ઇનિંગ્સનો અંત લાવવા માટે કેચ લીધો હતો.

RCBની ત્રીજી જીત

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા 222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત 20 ઓવરમાં 209 રન જ બનાવી શકી અને 12 રને મેચ હારી ગઈ. આ સીઝનમાં RCBની ત્રીજી જીત છે. રજત પાટીદારની આ ટીમ ચાર મેચમાં માત્ર એક જ મેચ હારી છે. બેંગલુરુની ટીમ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More