Home> Gujarat
Advertisement
Prev
Next

દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો...? બાળકીએ ગુજરાતના મુખ્યમંત્રીને પૂછેલા આ સવાલે સૌનું દિલ જીતી લીધું

Gujarat CM Bhupendra Patel : રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ યોજાયો હતો. જેમાં દાંતીવાડા ઉત્તમપુરા શાળાની દીકરીએ કાલીઘેલી બોલીમાં મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો

દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો...? બાળકીએ ગુજરાતના મુખ્યમંત્રીને પૂછેલા આ સવાલે સૌનું દિલ જીતી લીધું

Gandhinagar News : બનાસકાંઠાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની નાની બાળકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અનોખો સંવાદ કર્યો હતો. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છાપ ધરાવતા ભુપેન્દ્ર પટેલને બાળકીએ કાલીઘેલી ભાષામાં “દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો” તેવુ પૂછ્યું હતું. ત્યારે બાળકીના આ સંવાદે સૌનું દિલ જીતી લીધું હતું. 

fallbacks

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલ સહજ વાત્સલ્યતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક વધુ વડીલ વાત્સલ્ય પ્રેમ બનાસકાંઠાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની ધોરણ-૧માં અભ્યાસ કરતી દીકરી સાન્યા પ્રજાપતિ સાથેના વિડીયો સંવાદમાં પ્રગટ થયો હતો. 

 

 

મુખ્યમંત્રીના રાજ્યની પ્રાથમિક, માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથેના વિડીયો સંવાદ દરમિયાન આ બાળકીએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. તેણે મુખ્યમંત્રીને સહજ સંવાદ કર્યો કે “દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા?” 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દીકરીને વડીલ સહજ ભાવે કહ્યું હું જ્યારે ત્યાં આવીશને ત્યારે તને મળવા આવીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સાહજિકતાથી રાજ્યભરની SMCના સભ્યો પણ આનંદિત થયા હતા.

 

 

મુખ્યમંત્રીએ આ બાળકીનો વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.

તેમણે વધુમાં કહ્યું કે, આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે. આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.

આ યોજનાથી ગુજરાતના 6 જિલ્લા બન્યા પાણીદાર, ભુગર્ભ જળનું સ્તર ઉંચું આવ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More