Home> Health
Advertisement
Prev
Next

Sperm Count: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે કઈ દાળ ખાવી જોઈએ? આ દાળમાં હોય છે કામોત્તેજક ગુણો, થાય છે મદદરૂપ

Best Dal To Increase Sperm Count: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરુષો પોતાના ડાયેટમાં કેટલીક દાળોને સામેલ કરી શકે છે. જાણો આ અંગે ઉપયોગી માહિતી....

Sperm Count: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે કઈ દાળ ખાવી જોઈએ? આ દાળમાં હોય છે કામોત્તેજક ગુણો, થાય છે મદદરૂપ

Which Dal Increases Sperm Count: આજકાલની ભાગદોડવાળી જિંદગી, તણાવ, ખોટી ખાણીપીણી અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછી થઈ જવાની સમસ્યા વધી રહી છે. આ પુરુષોમાં નપુંસકતાના પ્રમુખ જોખમ કારકોમાંથી એક છે. એટલું જ નહીં સ્પર્મ કાઉન્ટ ઓછા થવાના કારણે પુરુષોની યૌન ઈચ્છાઓમાં કમી, ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન અને શીઘ્રપત્ન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવામાં મોટાભાગના પુરુષો એ વાતને લઈને પરેશાન રહે છે કે સ્પર્મ કાઉન્ટ કેવી રીતે વધારવા. જો કે સારી વાત એ છે કે યોગ્ય ખાણીપીણી અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ મળી શકે છે. સ્પર્મ કાઉન્ટ વધારવા માટે તમે ડાયેટમાં કેટલીક દાળ સામેલ કરી શકો છો. જી હા. કેટલીક દાળોમાં પ્રોટીન, આયર્ન, ફોલિક એસિડ અને ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની ક્વોલિટીને વધારવામાં મદદ કરે છે. હવે સવાલ એ ઉઠે છે કે સ્પર્મ કાઉન્ટ વધારવા માટે કઈ દાળ સૌથી સારી. એક્સપર્ટનો મત જાણીએ. 

fallbacks

અડદની દાળ
ડાયેટિશિયન અબર્ના માથીવાનના મતે સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અડદની દાળનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો શુક્રાણુઓની સંખ્યા અને તેમની ગતિશિલતાને સારી કરવામાં મદદ કરી શકે છે. આ દાળ વીર્યવર્ધક પણ હોય છે અને તેમાં કામોત્તેજક ગુણો હોય છે. તેના સેવનથી શરીર ઉર્જાવાન બને છે અને યૌન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળી શકે છે. 

મસૂરની દાળથી વધી શકે  સ્પર્મ કાઉન્ટ
મસૂરની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પુરુષોની પ્રજનન ક્ષમતા માટે સક્રિય રીતે કામ કરે છે. તેના સેવનથી સ્પર્મની સંખ્યા, ગતિશીલતા અને ક્વોલિટીમાં સુધાર થાય છે. તમે ઈચ્છો તો મસૂરની દાળનું પાણી પણ પી શકો છો. 

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે આ વાતનું ધ્યાન રાખો
- સંતુલિત અને પોષ્ટિક આહાર લો. તમારા ડાયેટમાં લીલા શાકભાજી, સૂકોમેવો, દૂધ, દહીં, અને તાજા ફળો સામેલ કરો. 
- વધુ પડતું તળેલું, જંક ફૂડ અને વધુ પડતા ગળ્યા ખાદ્ય પદાર્થો સ્પર્મ કાઉન્ટને નુકસાન પહોંચાડી શકે છે. તેના સેવનથી બચો. 
- નિયમિત રીતે વ્યાયામ અને યોગ કરો. તેનાથી શરીરમાં હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે અને સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ મળે છે. 
- ધુમ્રપાન અને દારૂથી સંપૂર્ણ રીતે અંતર જાળવો. 
- રોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ ચોક્કસ લો. 

(અહેવાલ સાભાર- હેલ્થ સાઈટ હિન્દી વેબસાઈટ)

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More