Ambalal Patel Prediction : ગુજરાતમાં બદલાયેલા વાતાવરણના મિજાજ સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. હવામાનના વાતાવરણમાં પલટા અંગે તેમણે મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની નવી આગાહી
તેમણે કહ્યું કે, કચ્છ, બનાસકાંઠાના ભાગો, રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે. ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં મોટો પલ્ટો આવશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ , વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં આજથી પલ્ટો આવશે.
એપ્રિલ મેમાં આંધી-વંટોળ આવશે
હવામાન નિષ્ણાતે કહ્યું કે, આગામી 24 કલક દરમિયાન પલ્ટો રહેવાની શક્યતાઓ છે. આ વખતે મે માસમાં અધી વંટોળની ગતિવિધિ થતી હોય છે, તે ગતિવિધિ આજથી જોવા મળશે. એપ્રિલમાં સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં 35 થી 40 કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં 50 કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે.
ટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા! બદલાઈ ગઈ ચોમાસાની આગાહી
કાચા મકાનના છાપરા ઉડશે
ગ્રહોની સ્થિતિ જોઈને તેઓએ કહ્યું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મેં બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલથી હવાનું દબાણ ઘટશે. હવાનું દબાણ લગભગ 1 હજાર 4 થી 1 હજાર 1 સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં થઈ શકે છે.
ખેડૂતોને અંબાલાલની સલાહ
બદલાતા મોસમ અંગે અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, પવનની ગતિના કારણે અંબાની કેરીના પાક ઉપર અસર થઈ શકે છે. ધાન્ય પાકો ઉપર જો જમીન પોચી હશે અને પિયત કરવી હશે પાકો પડી જવાની પણ શક્યતાઓ રહેશે. આ વખતે મે માસમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 10 મી મેથી અને 15 જૂન પહેલા અરબી સમુદ્રમાં પણ ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે. આ વર્ષ 15 જૂન પેહલા તો મીન રાશિના શનિના કારણે પવનની ગતિ વધુ રહેશે.
ટીટોડીના ઈંડા પર અંબાલાલ પટેલની આગાહી
મહેસાણા માં ટીટોડીએ ઈંડા મુક્યા તે બાબતે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે આ અંગેની આગાહી ભાંખતા કહ્યું કે, ટીટોડી ઈંડા જો અષાઢ મહિનામાં મૂકે તો વરસાદની ગતિવિધિનો ખ્યાલ આવે. આવા પંખીઓને ખ્યાલ આવી જતો હોય છે કે જો નીચે ઈંડા મુકવામાં આવે તો વરસાદના કારણે તેના ઈંડાને નુકશાન થઈ શકે છે. ભારે વરસાદ થવાનો હોય છે તો ટીટોડી ઉંચાઈએ ઈંડા મૂકતી હોય છે. કરોળિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે.
ભાજપ સાથે ઈલુઈલુ કરનારા નેતાઓને બહારનો દરવાજો દેખાડાશે, કોંગ્રેસ મહાઅધિવેશનની મહાઅસર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે