Home> India
Advertisement
Prev
Next

કેરળમાં મદરેસા ટીચરે છાત્રા સાથે કરી ગંદી હરકત, કોર્ટે ફટકારી 187 વર્ષની સજા

કેરળમાં એક મદરેસાના મૌલવીને યૌન શોષણના આરોપમાં એટલી સજા ફટકારવામાં આવી કે તે ચર્ચાનો વિષય બની છે. કોર્ટે આરોપીને 187 વર્ષની સજા ફટકારી છે.
 

કેરળમાં મદરેસા ટીચરે છાત્રા સાથે કરી ગંદી હરકત, કોર્ટે ફટકારી 187 વર્ષની સજા

કન્નૂરઃ કેરળમાં કન્નૂરની એક પોક્સો કોર્ટે મદરેસા ટીચરને 187 વર્ષની કેદની સજા ફટકારી છે. મદરેસામાં અભ્યાસ કરાવનાર મૌલવી પર 13 વર્ષની સગીરા સાથે યૌન શોષણનો આરોપ છે. કોવિડ લોકડાઉન દરમિયાન 41 વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ છાત્રા સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો. આ પહેલા 2018માં પણ તેના પર રેપના આરોપ લાગ્યા હતા. આ મામલામાં તે પહેલાથી સજા ભોગવી રહ્યો છે.

fallbacks

બીબીસીના રિપોર્ટ પ્રમાણે વકીલે જણાવ્યું કે 13 વર્ષની બાળકી મદરેસામાં અભ્યાસ કરવા જતી હતી. કેટલાક દિવસથી તેનો વ્યવહાર બદલાઈ રહ્યો હતો. તેના માતા-પિતાને ચિંતા થવા લાગી. બાળકી અભ્યાસ પર ધ્યાન આપી શકતી નહોતી. માતા-પિતા જ્યારે તેને લઈ કાઉન્સેલર પાસે પહોંચ્યા તો બાળકીએ બધી વાતો જણાવી હતી. તેણે જણાવ્યું કે મદરેસાનો મૌલવી તેની સાથે યૌન શોષણ કરતો હતો.

આ પણ વાંચોઃ શિક્ષકે ધો.12મા ભણતી વિદ્યાર્થીની સાથે બાંધ્યો શારીરિક સંબંધ, Video Viral બાદ ધરપકડ

જાણકારી પ્રમાણે વારંવાર ગુનો કરવાને કારણે પોસ્કો કોર્ટે આરોપીને આટલી લાંબી સજા ફટકારી છે. પોસ્કો કાયદાની કલમ 5 (T) હેઠળ તેને પાંચ લાખનો દંડ અને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય કલમ (F) હેઠળ વિશ્વાસ તોડવાના દોષમાં 35 વર્ષની જેલ અને એક લાખનો દંડ ફટકાર્યો છે. વારંવાર યૌન હુમલો કરવા માટે 35 વર્ષની કેદની સજા ફટકારી છે.

આ સિવાય ઓરલ સેક્સ જેવા આરોપોને કારણે 20-20 વર્ષની સજા અને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આઈપીસીની કલમ 376 (3) હેઠળ સગીર સાથે બળાત્કારના આરોપમાં એક લાખનો દંડ અને 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ધમકી આપવા માટે પણ તેને સજા ફટકારવામાં આવી છે. તેમાં ઘણી સજાઓ સાથે ચાલશે. તેવામાં રફીએ 50 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. આરોપ છે કે મૌલવી છાત્રાને બળજબરીથી ડરાવી-ધમકાવી બીજા રૂમમાં લઈ જતો હતો અને બળાત્કાર કરતો હતો. આરોપી પરિણીત હતો અને તેના વર્તનથી કંટાળી પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More