મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં આરોપીના શંકાસ્પદ મોત મામલે આખરે પોલીસે કસ્ટોડિયલ ડેથની નોંધી ફરિયાદ દાખલ કરી છે. વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપી 47 વર્ષીય સરમુદ્દીનનું મોત થતાં મામલો પેચીદો બન્યો હતો. જેના પગલે પરિવારે યોગ્ય તપાસ કરવાની અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. ગઈકાલે મૃતકના પરિવારે તથા અન્ય લોકોના ટોળાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જેના પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
EXCLUSIVE પેપરલીકનો મુખ્ય આરોપી યશપાલ સકંજામાં, જાણો કેવી રીતે પોલીસે ઊંઘતો દબોચ્યો?
આ મામલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પોલીસને આવેદનપત્ર આપવા જતાં ઘર્ષણ સર્જાયું હતું. જોકે પોલીસે પરિવારને સાંત્વના આપીને મામલો થાળે પાડ્યો હતો. હાલ તો આ મામલે પોલીસે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
પેપરલીક કાંડ: પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર કરશે ન્યાયયાત્રા
અત્રે જણાવવાનું કે 47 વર્ષીય સરમુદ્દીન શેખનું કસ્ટડીમાં મોત થયું હતું. જો કે તે વખતે પોલીસે કસ્ટોડીયલ ડેથ હોવાનો ઇનકાર કર્યો હતો. આરોપીનાં શંકાસ્પદ મોત મામલે લોકો મૃતદેહને લઇ વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ટોળાએ પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ કરી હતી. પોલીસે સ્થિતિ કાબુમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે