એડિલેડઃ વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્યણ લીધો હતો. ગુરૂવારે સવારે માત્ર આ એક વાત ભારતના પક્ષમાં રહી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારતને એક બાદ એક ચાર ઝટકા આપ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન રાહુલ માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. બીજો બેટ્સમેન મુરલી વિજય થોડા સમય બાદ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ જવાબદારી પૂજારા અને કોહલી પર હતી. કોહલી સારા ફોર્મમાં છે અને ભારતીય પ્રશંસકોને તેની પાસે વધુ એકવાર મોટી ઈનિંગની આશા હતી.
ભારતને સૌથી મોટો ઝટકો વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો જેને ઉસ્માન ખ્વાજાના શાનદાર કેચે આઉટ કર્યો હતો. કોહલી માત્ર 3 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પાંચ ઈનિંગમાં પ્રથમવાર કોહલી એ આંકના સ્કોર સુધી પહોંચવામાં અસફળ રહ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ તેની ડાબી બાજુ છલાંગ લગાવતા શાનદાર કેચ ઝડપી લીધો હતો.
Incredible from @Uz_Khawaja! #AUSvIND | @bet365_aus pic.twitter.com/eLgBLnQssM
— cricket.com.au (@cricketcomau) December 6, 2018
પેટ કમિન્સે તેની પ્રથમ ઓવરમાં એક પ્લાન અનુસાર બોલિંગ કરી હતી. તેણે કોહલીને સતત ફુલ લેંથ બોલિંગ કરી. કમિન્સે એક બોલ ઓફ સ્ટંપ બહાર વધુ ગતિ સાથે ફેંક્યો જેના પર કોહલી શોટ મારવા જતા સ્લીપમાં આઉટ થયો હતો.
INDvsAUS: કેએલ રાહુલ ફરી ફ્લોપ, 71 દિવસથી નથી ફટકારી અડધી સદી
ઘણીવાર આ શોટ થર્ડ મેન બાઉન્ડ્રી પર જાય પરંતુ ખ્વાજાની છલાંગે શાનદાર ફોર્મમાં ચાલી હેલા કોહલીની ઈનિંગનો અંત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે