Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: હાર્ટ એટેકથી કરૂણ મોત: 33 વર્ષના GST ઓફિસર વસંત રાઠોડનું ચાલુ મેચમાં હૃદય બેસી ગયું!

33 વર્ષના વસંત રાઠોડનું ચાલુ મેચમાં હાર્ટ અટેકથી  મોત થયું છે. GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ હતી. તે દરમિયાન GST ઓફિસરની ટીમમાં વસંત રાઠોડ રમી રહ્યા હતા. વસંત રાઠોડ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની છે.

VIDEO: હાર્ટ એટેકથી કરૂણ મોત: 33 વર્ષના GST ઓફિસર વસંત રાઠોડનું ચાલુ મેચમાં હૃદય બેસી ગયું!

Heart Attack Death: યુવાનો માટે હાર્ટ એટેકની સમસ્યા જીવલેણ બની રહી છે. નાની ઉંમરમાં જ હ્દય દગો આપી રહ્યું છે. ગમે ત્યારે લોકો પડી જાય છે, જેમાંથી મોટાભાગનાં યુવાનો જીવતા નથી ઉઠી શકતાં. આ સ્થિતિને જોતાં હવે તબીબો પણ ચિંતામાં છે. કેમ યુવાનો અકાળે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક યુવાનનુ છાતીમાં દુખાવો થતાં મોત નિપજ્યું છે.

fallbacks

સરકારી કર્મચારીનુ ક્રિકેટ રમતા મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 33 વર્ષના વસંત રાઠોડનું ચાલુ મેચમાં હાર્ટ અટેકથી  મોત થયું છે. GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ હતી. તે દરમિયાન GST ઓફિસરની ટીમમાં વસંત રાઠોડ રમી રહ્યા હતા. વસંત રાઠોડ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની છે. ભાડજની ડેન્ટલ કોલેજમાં સારવાર સમયે અંતિમ શ્વાસ લીધા છે.

અમદાવાદના ભાડજમાં સરકારી કર્મચારીઓની મેચ ચાલી રહી હતી. જેમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચાલતી મેચમાં મુળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. બોલિંગ કરતા સમયે જ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. અને તેઓ ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલિક ડેન્ટલ કોલેજમાં ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અદાણી શાંતિગ્રામના મેદાનમાં જીએસટી ઓફિસર્સ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ ચાલી રહી હતી તે દરમિયાન વસંત રાઠોડને હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મેચ દરમિયાન પોતાની 2.5 ઓવરમાં વસંત રાઠોડે એક વિકેટ પણ મળી હતી. પહેલી બેટિંગમાં જીએસટીની ટીમ દ્વારા 20 ઓવરમાં 104/10 સ્કોર કર્યો હતો. જ્યારે બીજી બેટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ની ટીમનો સ્કોર 7.1 ઓવરમાં 45/4 હતો.

વસંત રાઠોડનું મૃત્યુ થતા સમગ્ર જીએસટી ઓફિસર્સની ટીમ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાની ટીમને મેચમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું.

ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં હાર્ટ અટેકની એવી ઘટનાઓ સામે આવી છે. જેણે તબીબી જગતને પણ વિચારતો કરી દીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હ્રદય સંબંધિત રોગ અને હ્રદય રોગના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. સામાન્ય રીતે 40 વર્ષથી વધારે ઉંમરના લોકો, જેમને હાર્ટ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન જેવી બીમારીઓ હોય છે. તે લોકોમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. પરંતુ હવે યુવાઓને પણ હાર્ટ અટેક અને હાર્ટ સંબંધિત બીમારી થઈ રહી છે. 

કેમ વધી રહ્યાં છે હાર્ટએટેકના કિસ્સા
આ રીતે સોશિયલ મીડિયા પર વીડિયો અને ન્યૂઝ વાયરલ થતા રહે છે. પરંતુ, ડોકટરો આ સાથે બિલકુલ સહમત નથી.બેંગલુરુંના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડૉક્ટર સ્પષ્ટપણે એવું કહેતા જોવા મળે છે કે આવી બાબતોથી દર્દીને કોઈ ફાયદો નથી થતો. તેમણે કહ્યું કે આવી બાબતો સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે કે આવા લક્ષણો દેખાય તો આવો પ્રયોગ કરવાને બદલે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. ડૉકટરે જણાવ્યું કે આવી વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય સારવારની જરૂર હોય છે. તેને યોગ્ય દવાઓ અપાવો, જરૂર પડે તો તેની એન્જીયોપ્લાસ્ટી કરાવો. તેનાથી વ્યક્તિનો જીવ બચી શકે છે. ખરેખર, ડૉ. કૃષ્ણમૂર્તિએ અન્ય એક વાયરલ વીડિયોના જવાબમાં આ વીડિયો અપલોડ કર્યો છે.

અચાનક હાર્ટએટેક આવે તો શું કરવું
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એવું કહેતો જોવા મળે છે કે જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે તો તેને ચોક્કસ સ્થિતિમાં જમીન પર બેસાડવો જોઈએ અને તરત જ તે વ્યક્તિને આદુનો ટુકડો આપી તેને ચાવવાનું કહે છે. આ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડનું ઉત્પાદન વધારશે અને નસો ખોલશે. આ પછી દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More