Home> Sports
Advertisement
Prev
Next

ICC Women's T20 World cup: ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતની હેટ્રિક પૂરી કરશે કે આફ્રિકા રચશે ઈતિહાસ? કેપટાઉનમાં રમાશે ફાઇનલ જંગ

ICC Women's T20 World cup: આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ 2023નો ફાઇનલ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં પરાજય આપ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ફાઇનલમાં જગ્યા પાક્કી કરી હતી. 

ICC Women's T20 World cup: ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતની હેટ્રિક પૂરી કરશે કે આફ્રિકા રચશે ઈતિહાસ? કેપટાઉનમાં રમાશે ફાઇનલ જંગ

કેપટાઉનઃ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલ રમવા ઉતરશે જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમવાર ટી20 વિશ્વકપ જીતવાના સપના સાથે ઉતરશે. સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ પોતાના સંઘર્ષનો શાનદાર નમૂનો રજૂ કરી ઈંગ્લેન્ડને અપસેટનો શિકાર બનાવ્યું અને તેને ઓસ્ટ્રેલિયા પર જીત મેળવવા આ પ્રકારના પ્રદર્શનની જરૂર પડશે. ઓસ્ટ્રેલિયાને હરાવવું આફ્રિકા માટે સરળ રહેશે નહીં. 

fallbacks

દક્ષિણ આફ્રિકાએ છેલ્લા 12 મહિનામાં સારી પ્રગતિ કરી છે. તેની ટીમ ગયા વર્ષે વનડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી હતી અને હવે તેણે પ્રથમ વખત આઈસીસી ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. દક્ષિણ આફ્રિકામાં લૌરા વૂલફાર્ટ અને તાઝમીન બ્રિટ્સની શ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે. બ્રિટ ભાલા ફેંકમાં ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન છે પરંતુ 2012 માં કાર અકસ્માતે તેના ઓલિમ્પિક સપનાનો અંત લાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડી અત્યારે શાનદાર ફોર્મમાં છે અને જો તેમની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવવું હોય તો આ બંનેને સારી શરૂઆત આપવી પડશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને રોમાંચક મેચમાં હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. ઓલરાઉન્ડર મેરિજન કેપ અન્ય મહત્વનો ખેલાડી હતો જેણે સેમીફાઈનલમાં છેલ્લી ઓવરોમાં રન બનાવ્યા હતા. સુકાની સુને લુસને લાગે છે કે શબનમ ઈસ્માઈલ અને અયાબોંગા ખાકામાં બે ઉપયોગી પેસરો સાથે તેમની પાસે વિશ્વનું શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ શા માટે છે.

દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં દર્શકોનો પણ ભરપૂર સમર્થન મળશે પરંતુ તેના ખેલાડીઓએ કોઈપણ રીતે દબાણમાં આવવાનું ટાળવું પડશે. ઓસ્ટ્રેલિયાએ લીગ તબક્કામાં સાઉથ આફ્રિકાને સરળતાથી હરાવ્યું હતું પરંતુ ટાઇટલ મુકાબલામાં તે કોઈ તક લેવા માંગશે નહીં. મહિલા ક્રિકેટમાં સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયામાં રમતના દરેક વિભાગમાં મજબૂત ખેલાડીઓ છે. તેણે સેમિફાઈનલમાં જે રીતે ભારતના મોંમાંથી જીત છીનવી લીધી, તેનાથી સાબિત થઈ ગયું કે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લા બોલ ન પડે ત્યાં સુધી તેની જીત સ્વીકારવી જોઈએ નહીં. મેગ લેનિંગની આગેવાની હેઠળની ટીમ સારી રીતે જાણે છે કે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે પણ કેવી રીતે જીતવું.

ટીમ આ પ્રકારે છે
ઓસ્ટ્રેલિયાઃ મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, ડાર્સી બ્રાઉન, એશલે ગાર્ડનર, કિમ ગેરાથ, હેધર ગ્રાહમ, ગ્રેસ હેરિસ, જેસ જોનાસન, અલાના કિંગ, તાહલિયા મૈકગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સદરલેન્ડ અને જોર્જિયા વેયરહમ.

દક્ષિણ આફ્રિકાઃ સુને લુસ (કેપ્ટન), એનેરી ડર્કસેન, મારિજન કેપ, લાલા ગુડોલ, અયાબોંગા ખાકા, ક્લો ટ્રાયોન, નાદિન ડી ક્લાર્ક, શબનમ ઇસ્માઇલ, તાઝમિન બ્રિટ્સ, મસાબાટા ક્લાસ, લૌરા વૂલફાર્ટ, સિનાલો જાફ્તા, નોનકુલુલેકો મ્લાબા, અનેકે બોશ અને ડેલ્મી કટર.

મેચ ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More