Home> Gujarat
Advertisement
Prev
Next

રૂપિયા 1500ની લાંચ લેતા દેત્રોજનાં તલાટી કમ મંત્રીને ACBના હાથે ઝડપાયા

સરકારી બાબુઓ હવે લાંચ લેતા કોઈની સ્નેહ શરમ ન રાખતા હોય તેમ એક પછી એક એસીબીના છટકામાં આવી રહ્યા છે. દેત્રોજ તાલુકાના તલાટી કમ મંત્રી ગુરુવારે એસીબીના છટકામાં રૂપિયા 1500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. 
 

 રૂપિયા 1500ની લાંચ લેતા દેત્રોજનાં તલાટી કમ મંત્રીને ACBના હાથે ઝડપાયા

મૌલિક ધામેચા /અમદાવાદ: સરકારી બાબુઓ હવે લાંચ લેતા કોઈની સ્નેહ શરમ ન રાખતા હોય તેમ એક પછી એક એસીબીના છટકામાં આવી રહ્યા છે. દેત્રોજ તાલુકાના તલાટી કમ મંત્રી ગુરુવારે એસીબીના છટકામાં રૂપિયા 1500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. 

fallbacks

ફરિયાદીને ઘરની આકારણી કરાવવાની હોય તે સંદર્ભે તલાટી કમ મંત્રી દેવાંગ બારોટે ફરિયાદી પાસેથી 1500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીનો ટોલ ફ્રી નંબર ફોન કરી લાંચ નહીં આપવાનું કહેતા એસીબીએ દેત્રોજમાં છટકું ગોઠવી રૂપિયા 1500ની લાંચ લેતા રંગે હાથે તલાટી કમ મંત્રીને ઝડપી લીધા હતા.

એર સ્ટ્રાઈક પર બોલ્યા મોરારિ બાપુ ‘કુછ સિરફીરે લોગ મેરે સફર કે નિશાન માગેંગે’

જોકે તલાટી કમ મંત્રી દેવાંગ બારોટ અગાઉ પર કોઈપણ કામગીરી માટે લાંચની રકમ માંગી છે કે કેમ તે અંગે તપાસ કરવા એસીબીએ સર્ચની કામગીરી હાથ ધરી છે. લાંચ લેનાર તલાટીની તો હાલ એસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય અગાઉ ક્યારે લાંચ માંગવામાં આવી છે, કે નહિ તેના પર પૂછપરછ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More