મૌલિક ધામેચા /અમદાવાદ: શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે સાઉથ અમેરિકામાંથી થયેલ છેતરપિંડી કેસમાં ગણતરીના કલાકોમાં 3100 યુરો બ્લોક કરાવી ફરિયાદીને પાછા અપાવી દીધા છે. વાત કંઈક એમ છે કે, ફરિયાદી દુર્ગાપ્રસાદ સીટીએમમાં આવેલ એક કંપનીમાં કામ કરે છે અને તેમની કંપની મુંબઈના એજન્ટ મારફતે ઈટલીમાંથી મશીનની ખરીદી કરે છે.
ફરિયાદીએ એજન્ટ ધવલ ગાંધી સાથે મેઈલ દ્રારા વાત કરી ડીલ નક્કી કરેલ અને ધવલ ગાંધીએ બેંક એકાઉન્ટ નંબર અને અન્ય માહિતી આપી હતી. આરોપીઓએ સાઉથ અમેરિકામાં બેસી ધવલ ગાંધીનુ ઈમેલ આઈડી હેક કરી તેમા બેંક ડિટેલની માહિતી બદલી નાખી હતી. અને ધવલ જે ઈમેલથી વાત કરતો હતો તેનાથી મળતુ ઈમેલ આઈડી બનાવી મોકલી દીધેલ હતું.
ફરિયાદીએ મેઈલ આવતા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મારફતે રુપિયા મોકલી દીધા હતા. પરંતુ જ્યારે ફરિયાદીએ ઈટલીના વ્યકિતને રુપિયા વિશે પુછ્યુ તો જાણવા મળ્યુ કે, તેમને કોઈ રુપિયા મળેલ નથી. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને જે રુપિયા મોકલવામાં આવેલ તેને બ્લોક કરાવી ફરિયાદીને પરત રુપિયા મેળવી દીધા હતા.
મહત્વનું છે, કે હાલ પોલીસનું કહેવુ છે કે, આ હેંકિગ કોણે કર્યુ છે અને શુ આઈપી એડ્રસ છે તેની માહિતી મેળવી સાયબર એક્સપર્ટ મેળવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમનું આ કાર્ય બિરદાવા જેવું છે, કારણ કે છેલ્લા બે મહિનામાં પોલીસે 40 લાખ અલગ-અલગ કેસમાં ફરિયાદીને પરત અપાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે