મહીસાગર : જિલ્લામાં કડાણા તાલુકામાં આવેલ રાઠડા બેટ ગામે જાન લઈને નાવડીમાં બેસીને જતા વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકાના મેડાના મુવાડા ગામના મહેશ ભાઈ પોતાની જાન લઈને રાઠડા બેટ ગામે પરણવા ગયા હતા. ત્યારે ત્યાં નદી પાર કરીને જવા માટે એક માત્ર નાવડાનો જ સહારો લેવો પડે છે. તેઓ 250 થી 300 જાનૈયા લાઇ નાવડામાં ગયા હતા. તેઓ ત્યાંથી પાછા પણ નાવડા મારફતે જ આવ્યા હતા. ત્યારે તેઓ પોતાનો તેમજ જાનૈયાનો જીવ જોખમમાં મૂકીને અવર જવર કરી હતી. ત્યારે તેઓ સરકાર આ ને લઇ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી રહ્યા છે.
GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 26 દર્દી સાજા થયા, રસીકરણમાં ફરી તોતિંગ ઉછાળો
રાઠડા બેટ ગામ બેટમાં આવેલું છે તેથી ત્યાં અવાર જવાર કરવા માટે એક માત્ર નાવડીનો સહારો લેવો પડે છે, ત્યારે ત્યાં જાન લઇને ગયેલા વરરાજાનો નાવડામાં બેસીને ગયા તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. રાઠડા બેટ ગામે અંદાજીત 300 થી વધુ મકાન આવેલ છે અને 1000 થી વધુ લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. કોઈ પણ તહેવાર પ્રસંગ કે ઉત્સવ માં અવર જવર કરતા લોકોને એક માત્ર નાવડાનો જ સહારો લેવો પડતો હોય છે.
રાજકોટમાં મહિલા એક રાત પોલીસ સ્ટેશનમાં રહી અને બીજા દિવસે સવારે આપઘાત કરી લીધો
તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી અવર જવર કરે છે ત્યારે તેઓને ચોમાસાના દિવસોમાં તો કેટલાક દિવસ સંપર્ક વિહોણા પણ થઈ જતા હોય છે, ત્યારે સ્થાનિકો સાથે ત્યાં અવર જવર કરતા લોકો પણ ત્યાં સરકાર પાસે બ્રિજ કે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહયા છે. જો કે આઝાદીનાં આટલા વર્ષો થયા છતા પણ હજી સુધી તો બ્રિજ બન્યો નથી હવે ક્યારે બને તે તો જોવું જ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે