Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસનો ગ્રેડ વધારવાનો મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે, ઉશ્કેરણી કરનારને છોડાશે નહિ : પોલીસવડા

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે વધારવા માટેના આંદોલને વેગ પકડ્યું છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા (Shivanand Jha) એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં પોલીસનો ગ્રેડ વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. પોલીસ કર્મીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે. 

પોલીસનો ગ્રેડ વધારવાનો મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે, ઉશ્કેરણી કરનારને છોડાશે નહિ : પોલીસવડા

ગૌરવ પટેલ/અમદાવાદ :પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે વધારવા માટેના આંદોલને વેગ પકડ્યું છે. આવામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા (Shivanand Jha) એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સોશિયલ મીડિયામાં પોલીસનો ગ્રેડ વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. પોલીસ કર્મીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે. 

fallbacks

ટ્રસ્ટી પી.કે.લહેરીનું મોટું નિવેદન, ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશે

તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલીસ વિભાગ શિસ્તને વરેલું ખાતું છે. જેમાં અનુશાસનને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. અનુશાસન દળમાં એકતા અને ભાઈચારો બનેલો રહે એ જરૂરી સમાજ સેવા કરવાની નોકરી એટલે પોલીસ દળની નોકરી. કોઇ પોલીસ અધિકારી કે કર્મચારી અનુશાશન ઉપર નથી. આ સેવા પર કોઇ દાગ ન લાગે તે સમાજના હિતમાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી થઈ રહી છે ગ્રેડ પે વધારવા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. પોલીસ આ પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓને હું સ્પષ્ટ કહેવા માગું છું કે આવી ઉશ્કેરણીને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે. આ પ્રયાસને ખાખી પર હુમલા સમાન ગણી પગલાં ભરવામાં આવશે. પોલીસની નોકરીને અન્ય સરકારી નોકરી સાથે સરખાવી ના શકાય. માત્ર પગારની જ ચિંતા કરવી હોય એમણે પોલીસની નોકરી ના કરવી જોઈએ. ખાખી પહેરવાનું ગૌરવ લેવું એ પગારથી વધુ ગૌરવની પળ છે.

નામ લીધા વગર ભાજપના નવા પ્રમુખે હાર્દિક પટેલ પર કર્યો મોટો કટાક્ષ, જુઓ શું કહ્યું... 

તેમણે કહ્યું કે, વિરોધી ટિપ્પણીઓ કરનાર સામે શિસ્ત વિરોધી પગલાં ભરી સામેલ કર્મીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. કાયદા મુજબ પોલીસ દળના કર્મીઓને અન્ય સરકારી કર્મીઓ જેમ પોતાનો હક માંગવાનો અધિકાર નથી. ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃતિઓ સફળ નથી થઈ અને અત્યારે પણ સફળ થવા દેવામાં નહિ આવે. સોશિયલ મીડિયા પર ચળવળ ચલાવનાર પોલીસ કર્મીઓ સામે ખાતાકીય અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે. પોલીસ જવાનોને અપીલ છે કે તેઓ આવી પ્રવૃતિઓમાં ભાગીદાર ના બને. ગુજરાતમાં 5 વર્ષનો અનુભવ ધરાવનાર કોન્સ્ટેબલને પોલીસ તપાસ સોંપવામાં આવે છે. પોલીસ કર્મીઓને રહેવા માટે આવાસની સુવિધાઓ અપાય છે. 

ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે : વિજય રૂપાણી

તેઓએ કહ્યું કે, રજાના દિવસે કામ કરનારને ભથ્થું પણ આપવામાં આવે છે. 8 કલાકની શિફ્ટમાં કામકાજ પણ શરૂ કરાઇ રહ્યું છે. જૂથ વીમા કવચ પણ પોલીસ કર્મીઓને અપાય છે. સરકાર પોલીસ કર્મીઓનું ઉચિત ધ્યાન રાખી રહ્યું છે. પોલીસ જવાનો અન્ય સરકારી ખાતાઓ સાથે પગારની સરખામણી કરે એ યોગ્ય નથી. પોલીસની ફરિયાદ માટે ખાતાકીય વ્યવસ્થા રાખવામાં આવી છે. દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આ કઠિન સમયમાં પોલીસને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. કેટલાક તત્વો હિંસક આંદોલન કરવાના ઈરાદાથી કામ કરી રહ્યા છે. જેમાં પોલીસ કર્મીઓને સાંકલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિમાં આવી પ્રવૃત્તિઓ કરનાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. કમલેશ સોલંકી, હસમુખ સક્સેના અને ભોજા ભરવાડ સામે સામે સેકટર 7 માં ગુનો નોંધાયો છે. પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયામાં આવતા કપટપૂર્ણ પ્રવૃતિઓથી દૂર રહે. પોલીસની નોકરી સેવા છે, એને નોકરીની રીતે ના લેવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More