Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તર ગુજરાત માટે મોટી રાહતના સમાચાર, ધરોઈ ડેમમાં જમા થયો 31.90 % પાણીનો જથ્થો

લાંબા સમયથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો કેટલાંક જિલ્લા હજુ પણ કોરા છે. ખાસ કરીને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ હજું જોઈએ એવા વરસાદની એન્ટ્રી થઈ નથી.

ઉત્તર ગુજરાત માટે મોટી રાહતના સમાચાર, ધરોઈ ડેમમાં જમા થયો 31.90 % પાણીનો જથ્થો

તેજસ દવે, મહેસાણાઃ લાંબા સમયથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો કેટલાંક જિલ્લા હજુ પણ કોરા છે. ખાસ કરીને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ હજું જોઈએ એવા વરસાદની એન્ટ્રી થઈ નથી. જોકે, એ પહેલાં સારા સમાચાર એ છેકે, વરસાદ પહેલાંની સ્થિતિમાં પણ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો લગભગ 32 ટકા સુધી ઉપલબ્ધ છે.

fallbacks

ગામમાં આપમેળે પડી ગયા મોટા સિંકહોલ જેવા 100 ખાડા! સરકાર પણ બગવાઈ ગઈ, જુઓ શું થઈ ગામની હાલત
 

fallbacks

ના કરે નારાયણને વરસાદ ખેંચાય તો પણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના લોકોને પાણીની તંગી નહીં પડે. વરસાદ ખેંચાય તો આવતા ચોમાસા સુધી ચાલી રહે તેટલો પીવાના પાણી નો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. ધરોઈ ડેમ ની વાત કરીએ તો સાબરકાઠા બનાસકાઠા અને મેહસાણા જીલ્લાના ૩૬૨ ગામો.૧૭૮ પરાઓ અને ૯ શહેરો ને પીવાનું પાણી ધરોઈ ડેમ માંથી આપવામાં આવે છે અને ૧૭ કરોડ લીટર જેટલો પીવાના પાણી નો જત્થો દૈનિક આપવામાં આવે છે. હાલ ધરોઈ ડેમ માં 31.90 ટકા જત્થો છે અને એમાં થી 26.41 ટકા જેટલો જથ્થોઉપયોગ માં લઇ શકાય છે.

જો ચાલુ સાલે વરસાદ ખેચાય તો પણ આગામી ચોમાસા સુધી ચાલી રહે તેટલો પર્યાપ્ત જત્થો ઉપલબ્ધ છે. જેથી આગામી સમયમાં પાણીની અછત નહિ વર્તાય તેવું ધરોઈ કાર્યપાલક ઈજનેર ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું છે. એકંદરે મહેસાણા સહિત સમગ્ર ગુજરાત માટે આ ખુબ જ મોટી રાહતના સમાચાર કહી શકાય. સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો પણ જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોનો હાલાકી નહીં ભોગવવી પડે.

જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More