અમદાવાદઃ એડમિશન લેવું છે તો પણ થઈ જશે, નાપાસમાંથી પાસ થવું છે તો પણ થઈ જશે. વિષય બદલવામાં તકલીફ પડે છે તો પણ થઈ જશે. જી હાં.. કોઈપણ સેટીંગ કરી આપીશું. આવું અમે નહીં. પરંતુ સેનેટ સભ્ય વિવેક પટેલનો બફાટ કરતો વીડિયો વાઈરલ થયો છે.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નવનિયુક્ત સેનેટ સભ્યએ જાહેરમાં વિદ્યાર્થીઓ સામે આ બફાટ કર્યો છે અને 24 કલાકમાં ગમે ત્યારે કામ હોય તો તમામ પ્રકારના કામ કરી આપવાની વાત કરી છે. ભાજપ સાથે સંકળાયેલા આ સેનેટ સભ્ય જાહેરમાં આવું કેમ બોલી ગયા અને તેના યુનિવર્સિટીના સત્તાધીશો સાથે કેવા સેટીંગ છે તે પણ કહી દીધું. જો અભ્યાસમાં આ જ પ્રકારે સેટીંગ થતા હોય તો વર્ષભર તૈયારી કરતા વિદ્યાર્થીઓની મહેનતનું શું ? શા માટે ચાલે છે વિવેક પટેલ જેવા સેનેટ સભ્યનું સેટીંગ? જો કે આ વીડિયો વાઈરલ થયો પછી આ વીડિયોને લઈને પણ અનેક તર્ક-વિતર્ક પણ થઈ રહ્યા છે. સેનેટ સભ્ય જો વિદ્યાર્થીઓના હિતની વાત કરતા હોય તો બરાબર છે પરંતુ સેટીંગ કરીને કામ કરી આપવાની લાલચ કદાચ વિવેક પટેલને ભારે પડી શકે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે