હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમના કર્મચારીઓના પગાર ભથ્થા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા એસ.ટી નિગમના કર્મચારીઓને અને રાજ્ય સરકાર અને યુનિયન સાથે વાટાઘાટો કરીને તે વખતે રાજ્ય સરકારે બાંહેધરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ફિક્સ પગારના ડ્રાઇવર અને કંડકટરના 12612 કર્મચારીઓ છે. જેમાં પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદારોના પગાર વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
કોના પગારમાં કેટલો થયો વધારો
જુઓ LIVE TV :
એસ.ટી.ના યુનિયનસાથે સાથેની વાટાઘાટો થયા પ્રમાણે આ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એસટી કર્મચારીઓના પગારમાં કરાયેલા વધારાથી 94 કરોડનું ભારણ એસ.ટી.નિગમ પડશે. અને દિવાળી નજીક હોવાથી આ પગાર વધારો આથી જ અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. અડધા મહિનાનો પગાર નવા પગાર ધોરણ પ્રમાણે મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે