Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત

મહંત સુરેશ દાસ તરફથી દલીલ રજુ કરતા વકીલ કે. પરાસરને સુપ્રીમમાં કહ્યું કે, અયોધ્યામાં 50-50 મસ્જિદ આવેલી છે, જ્યાં મુસ્લિમો નમાજ પઢી શકે છે, પરંતુ હિન્દુઓ ભગવાન રામનું જન્મસ્થળ કેવી રીતે બદલી શકે? 
 

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત

નવી દિલ્હીઃ અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી પુરી કરી શકે છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ આવા સંકેત આપ્યા છે. અયોધ્યા કેસમાં મંગળવારે 39મા દિવસે સુનાવણી પુરી થઈ હતી. CJIએ જણાવ્યું કે, રામલલા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથન આવતીકાલે 45 મિનિટ વધુ ચર્ચા કરશે. તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન એક કલાક જવાબ આપશે. ત્યાર પછી બંને પક્ષને પોત-પોતાની દલીલ પર બોલવા માટે 45-45 મિનિટનો સમય આપવામાં આવશે. 

fallbacks

આ અગાઉ ચીફ જસ્ટિસે હિન્દુ પક્ષના વકીલ કે. પરાસરનને પુછ્યું હતું કે, શું તમે મુસ્લિમ પ7ના વકીલ રાજીવ ધવનની એદલીલ સાથે સહમત છો કે, એ મસ્જિદ હંમેશાં મસ્જિદ જ રહેશે? પરાસરને જવાબ આપ્યો કે, હું એટલું જ કહીશ કે એક મંદિર હંમેશાં મંદિર જ રહેશે. હું તેમની દલીલ પર કોઈ ટિપ્પણી કરી શકીશ નહીં કેમ કે હું ઈસ્લામિક માન્યતાઓનો જાણકાર નથી. 

24 કલાકમાં PMC બેન્કના વધુ એક ખાતાધારકનું હાર્ટએકેટથી મોત

રામનું જન્મસ્થળ બદલી શકાય નહીં 
મહંત સુરેશ દાસ તરફથી દલીલ રજુ કરતા વકીલ કે. પરાસરને સુપ્રીમમાં કહ્યું કે, અયોધ્યામાં 50-50 મસ્જિદ આવેલી છે, જ્યાં મુસ્લિમો નમાજ પઢી શકે છે, પરંતુ હિન્દુઓ ભગવાન રામનું જન્મસ્થળ કેવી રીતે બદલી શકે? 

આ દિવાળીએ અયોધ્યામાં પ્રજ્વલિત કરાશે 5 લાખ દીવા, પોલીસ સ્ટેશન પણ જગમગાવાશે

રમલલા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથને સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કરવા માટે વધુ સમય માગ્યો છે. વૈદ્યનાથને જણાવ્યું કે, દલીલો રજુ કરવા માટે મને 60 મિનિટ જોઈએ છે. CJIએ કહ્યું કે, તમે તમારી લેખિત દલીલ કોર્ટને આપો. વૈદ્યનાથને કહ્યું કે, કોર્ટે અમને સાંભળવા જોઈએ, અમે ગંભીર બાબતો પર દલીલ આપવા માગીએ છીએ. ત્યારે મુખ્ય ન્યાયાધિશે નારાજ થતા કહ્યું કે, "સારું, તો પછી દિવાળી સુધી સનાવણી કરતા રહીએ."

અયોધ્યામાં રામ મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ એક ઐતિહાસિક ભૂલ હતી: હિન્દુ પક્ષ

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More