Amreli News કેતન બગડા/અમરેલી : વિદ્યાર્થીને સારું ભણતર ભણી ને સારી નોકરી મેળવીને અને સારો પગાર મળે તેવી ઈચ્છા હોય છે આ દરેક માતાપિતાનું સપનું હોય છે. આવામાં અમરેલીની એક એવી શાળા, જેના ધો. 9 અને 10 ના વિદ્યાર્થીઓ લાખો રૂપિયા કમાય છે. શિક્ષણની સાથે છાત્રો વ્યવસાય શીખી રહ્યા છે.
આ છે અમરેલીના ઇશ્વરીયા ગામ નજીક આવેલ ડો.કલામ ઇનોવેટિવ સ્કૂલ અહીં 1 થી 12 ધોરણ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગત વર્ષે એક વિદ્યાર્થીની ફી ભરવા માટે વિદ્યાર્થીના પિતાએ પોતાનું બાઈક વેચીને વિદ્યાર્થીની ફી ભરી હતી. તે જાણ કુલ સંચાલકને થતા તેમને આઘાત લાગ્યો હતો. આથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પોતાના માતા પિતાને પણ આર્થિક સહયોગ કરી અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને કઈ રીતે ઉપયોગી થાય તે માટે એક વિચાર કર્યો. આ વિચારમાં એક બિઝનેસ આઈડિયાનો જન્મ થયો.
શાળાના સંચાલકોને સ્ટુડિયો તૈયાર કરવાનું અને શાળામાં સ્ટાર્ટઅપ સ્ટુડિયો તૈયાર કરીને બાળકો તેમાંથી કમાણી કરે તે વિચાર આવ્યો. આથી ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ અહીં કરે છે. સ્કૂલમાં રમતગમત બાદ વધારાના સમયમાં આ વિદ્યાર્થીઓ અહીં વિવિધ વસ્તુઓ બનાવે છે. સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં લેસર કટીંગ મગ પ્રિન્ટિંગ, ટીશર્ટ પ્રિન્ટિંગ સહિતના અલગ અલગ મશીનો વસાવવામાં આવ્યા છે, અહીં 18 વિદ્યાર્થીઓ તેમાં કામ કરે છે, અહીંની સ્કૂલમાં છેલ્લા આઠ મહિનામાં વિદ્યાર્થીઓએ ₹8,00,000 જેટલી કમાણી કરીને પોતાના પરિવારને ટેકો આપ્યો છે,
હવે નહિ અટકે સૌરાષ્ટ્રના વિકાસની ગાડી, નવો એક્સપ્રેસ વે મે મહિનામાં બનીને તૈયાર થઈ જ
ત્યારે શાળાના સંચાલક જય કાથરોટીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં બનાવેલા સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં વસ્તુઓ બનાવી તેની આવકમાંથી વિદ્યાર્થીઓ ભરે છે અને પોતાના વાલીઓને આર્થિક રૂપે મદદરૂપ પણ થાય છે. દરેક વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે વિદ્યાર્થી સારું ભણી અને સારી નોકરી મેળવે ત્યારે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ ભણતરની સાથે કમાણી પણ કરી રહ્યા છે અને પોતાના પરિવારને આર્થિક ટેકો પણ આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા 8 મહિનામાં રૂપિયા 8 લાખ જેટલો અલગ અલગ જગ્યાએ વેપાર કરીને વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ ફી અને વાલીઓને મદદરૂપ થયા છે.
અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ પોતાના ભણતર ઉપર ધ્યાન આપતા હોય છે પરંતુ અમરેલી શહેરની નજીક આવેલી ઈશ્વરીયા ગામ પાસે આવેલ ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ મહેનત કરી એને પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે.
મમ્મી માટે છોડી કાળજું કંપાવી દેતી સ્યૂસાઈડ નોટ, મોબાઈલ માટે 12 વર્ષની બાળાનો આપઘાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે