અલ્કેશ રાવ/બનાસકાંઠા: કાંકરેજના થરા-રાધનપુર હાઇવે પાસે આવેલી દર્શન હોટલ નજીક એક પૂરપાટ ઝડપે આવેતી કારે 10 લોકોને અડફેટે લેતા એક બાળક સહિત બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પુરપાટ ઝડપે આવેલી કારે રોડની સાઇડમાં આવાત 10 લોકોને અડફેટે લીધા હતા. જેમાં આઠ લોકોને નાની મોટી ઇજાઓ થઇ છે.
રાધનપુર હાઇવે પર જઇ રહેલા રસ્તાના રાહદારીઓને કાર ચાલકે અડફેટે લેતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે થરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત થતા મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
થરા-રાધનપુર હાઇવે પર થયેલા અકસ્માતમાં કારની ટક્કરે એક બાળક અને એક આધેડ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. થરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા યુવકની પોલીસે પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે