Home> World
Advertisement
Prev
Next

PoK માં ભડકો કરવા ગયેલા ઇમરાન ખાનનો નાગરિકોએ જ કર્યો વિરોધ

મુજફરાબાદનાં લોકોને ભડકાવવા માટે ગયેલા ઇમરાન ખાન પર પાકિસ્તાન કબ્જાના કાશ્મીરના લોકોએ આઝાદીની માંગવાળી સ્ટ્રાઇક કરી

PoK માં ભડકો કરવા ગયેલા ઇમરાન ખાનનો નાગરિકોએ જ કર્યો વિરોધ

નવી દિલ્હી : ભારત દ્વારા કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 (Article 370) રદ્દ કરવામાં આવ્યા બાદ ગિન્નાયેલું પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) શુક્રવારે પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની (PoK) રાજધાની મુજફ્ફરબાદમાં રેલી યોજી હતી. જેમાં તેમણે મુજફ્ફરબાદનાં લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો આ દાવ ઉલટો પડી ગયો. ઇમરાનની સામે PoK ના લોકોએ તેમને નિયાજી કહેતા ગો બેકનાં નારા લગાવ્યા.

fallbacks

મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાનનું આખુ નામ ઇમરાન અહેમદ ખાન નિયાઝી છે પરંતુ તેઓ ઉપયોગ નથી કરતા. પીઓકેના લોકોએ કહ્યું કે, કાશ્મીર હિન્દુસ્તાન બનશે. સપ્ટેમ્બરનાં મહિના આ ત્રીજીવાર છે જ્યારે પીઓકેનાં લોકોએ પાકિસ્તાનનો વિરોધ કરીને તેને અરિસો દેખાડ્યો છે. આ અગાઉ 9 સપ્ટેમ્બરે તત્પાનીમાં લોકોએ પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઇસ્લામાબાદથી મુજફરાબાદનું અંતર લગભગ 132 કિલોમીટર છે. 31 દિવસની અંદર બીજી વખત ઇમરાન ખાને આ અંતર કાપ્યું. પીઓકેમાં ઇમરાન ખાનનાં જલસાનું એક સત્ય એ પણ છે કે ત્યાં એકત્ર થયેલા ટોળા સ્વયંભુ નહોતા, પરંતુ તેને એબટાબાદ અને રાવલપિંડીથી ટ્રકોમાં ભરીને લાવવામાં આવ્યા હતા.
હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ

પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા
શા માટે ઇમરાનને PoK પ્રત્યે અચાનક પ્રેમ વધી ગયો
ઇમરાનનો પીઓકે પ્રેમ વધી જવાનું કારણ છે તેનો રાજનીતિક વિરોધ. જે ઇમરાન ખાન પર આરોપ લગાવે છે, તેના કાર્યકાળમાં મજફરાબાદ, પાકિસ્તાન પાસેથી છીનવનારુ છે. એટલા માટે ઇમરાન ખાને 31 દિવસની અંદર બીજી વખત PoKની મુલાકાતો લીધી. જો કે તેમની રેલીમાં કંઇ પણ નવું નહોતું. ઇમરાન ખાનનો ઇરાદો, કાશ્મીરનાં નામે જ જુના અને ઘસાયેલો એજન્ડા ચલાવવાનો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More