Ahmedabad News : અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા એક ટાવરના પીજીમાં કેટલાક યુવક યુવતીઓ દારૂ પીતા પકડાયા હતા. સ્થાનિક રહીશોએ માહિતી આપતા પોલીસ દોડી આવી હતી.
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે સાથસંગાથ ટાવરના ફ્લેટ નંબર 1001 માં પીજી ચાલે છે. સોમવારે બપોરના સમયે કેટલાક યુવક યુવતીઓ દારૂની પાર્ટી કરી રહ્યાં હોવાની માહિતી સેટેલાઈટ પોલીસને મળી હતી. જેથી માહિતીના આધારે સેટેલાઈટ પોલીસ પહોંચી હતી. જેમાં તપાસ કરતા કેટલાક યુવક યુવતી દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.
સેટેલાઈટ પોલીસે તપાસ કરતા રાજસાડીવાલા, તુષાર મહેતા, વિરેન્દ્ર સુથાર, કલ્યાણ ચૌધરી તેમજ હંમાન્ગ ઝોલન નામની યુવતી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી દારૂ ભરેલી બોટલ મળી આવી દારૂ હતી. જ્યારે અન્ય એક યુવક અને બે યુવતીઓએ દારૂ પીધો નહોતો.
આ બાદ સ્થાનિક પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ સ્થાનિકોએ જણાવ્યું કે, પીજીને કારણે સ્થાનિક લોકોની પરેશાની વધી ગઈ છે.
ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે