Air India Plane Crash: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે, તપાસ એજન્સી આ અકસ્માતને લઈને ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. હજુ કાટમાળ ખસેડવાની કામગીરી જારી છે. ક્રેશ થયેલા વિમાનના બંને એન્જિન હવે મળી આવતાં તેને ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેલ) હેંગર ખાતે ખસેડવામાં આવ્યું છે.
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
ગુજસેલ ખાતે હેંગરમાં એક ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જ્યાં અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના એક-એક ભાગને તેની સ્થિતિ પ્રમાણે જ ગોઠવવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને એન્જિનનો પત્તો મળી રહ્યો નહોતો. પરંતુ હવે મળી આવતા બાકીનો કાટમાળ બે દિવસમાં ખસેડી લેવામાં આવશે.
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
વિમાનનું જમણી તરફનું એન્જિન બીજે મેડિકલ કોલેજની પાણીની ટાંકી નીચે સોમવારે દબાયેલું મળી આવ્યું હતું. આ અગાઉ શનિવારે ડાબી તરફનું એન્જિન મેદાનમાં અન્ય કાટમાળ નીચે દબાયેલું મળ્યું હતું. એરક્રાફ્ટના આ બંને એન્જિનને બહાર કાઢવા માટે 300 ટનની ક્ષમતાની બે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. બંને એન્જિનને ગુજેસેલમાં લઇ જવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો: BSE સેન્સેક્સ-નિફ્ટીને પાછળ છોડ્ય
અગાઉ એર ઇન્ડિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનના જમણી તરફના એન્જિનનું માર્ચ-2025માં સમારકામ કરાયું હતું જ્યારે ડાબી તરફના એન્જિનનું એપ્રિલ 2025માં ઈન્સપેક્શન કરાયું હતું. બંને એન્જિનની નિયમિત ચકાસણી થતી હતી અને તેમાં કોઈ સમસ્યા જોવા મળી નહોતી.'
તમારી દીકરીને ડોક્ટર બનાવવા ગુજરાત સરકારની આ યોજના છે સૌથી દમદાર; મળે છે આટલા લાખ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે