Amul Federation Election : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં રાજ્યના 18 દૂધસંઘો આવે છે. હાલમાં GCMMFનું વાર્ષિક ટર્નઓવર 80 હજાર કરોડ જેટલું છે. ત્યારે કરોડોનો વહીવટ સંભાળવાની બાગડોર હવે ઉત્તર ગુજરાતના અશોક ચૌધરીના હાથમાં આવી છે. GCMMF નવા ચેરમેન તરીકે મહેસાણા ડેરીના અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે.
રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. ત્યારે આખરે દૂધસાગર ડેરીના અશોક ચૌધરી પર જ પસંદગીનો કળશ ધોળાયો છે.
દૂધસાગર ડેરીના સુકાની અશોક ચૌધરી કોણ છે?
અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે. દૂધ સાગર ડેરીમાં આ પહેલા ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે. શાંત અને નિખાલસ સ્વભાવના અશોક ચૌધરીનું સમાજમાં સારુ વર્ચસ્વ છે.
સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમ ચર્ચા જામી, જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવાના!
નામ : ચૌધરી અશોકભાઈ ભાવસંગભાઈ
સરનામું : વતન- ચિત્રોડીપુરા, તા. વિસનગર, જિ.- મહેસાણા. હાલ રહેઠાણ- મહેસાણા
વ્યવસાય : વેપાર
અભ્યાસ : મિકેનીકલ એન્જીનીયર
રાજકીય ક્ષેત્ર :
સને- ૧૯૯૫ થી પ્રાથમિક સભ્ય
દૂધ સાગર ડેરી વિશે
દૂધ સાગર ડેરીનું નામ ગુજરાત જ નહીં પણ વિશ્વભરમાં જાણીતું છે. એક સમયે એશિયા ખંડની સૌથી મોટી ડેરી હોવાનું બિરુદ મળ્યું હતું. વિપુલ ચૌધરીના પિતા માનસિંહ પટેલે ડેરીની સ્થાપના કરી હતી. માનસિંહ ચૌધરી ડેરીના પહેલા ચેરમેન હતા. માનસિંહ ચૌધરી બાદ મોતીભાઈ ચૌધરી ચેરમેન બન્યા. મોતીભાઈના શાસનમાં દૂધ સાગર ડેરીએ ખુબ પ્રગતિ કરી હતી. દૂધ સાગર ડેરીથી મહેસાણા જિલ્લામાં શ્ચેતક્રાંતિ આવી હતી. દૂધ સાગર ડેરીની અનેક પ્રોડક્ટો જેની વિશ્વ લેવલે મોટી માંગ છે. સાગર ઘી, સાગર દાણની વિશ્વ લેવલેસાગર ઘી, સાગર દાણની વિશ્વ લેવલે મોટી માંગ છે. દૂધ સાગરના કર્મચારીઓ સહયોગ નામથી મોટી મંડળી ચલાવે છે. સહયોગ મીઠાઈ અને ફરસાણની વસ્તુઓ જાણીતું નામ છે.
અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, આજથી 6 મહિના માટે બંધ રહેશે એસજી હાઈવેનો આ ભાગ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે