Home> Gujarat
Advertisement
Prev
Next

નવસારીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ; આ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

Navsari Rains: નવસારી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવાર બાદ પણ અવિરત વરસી રહ્યો છે. શહેરમાં માત્ર છ કલાકમાં 52 mm એટલે કે અંદાજે અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના કારણે નાળાઓ ઉફાન પર આવ્યા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

નવસારીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ; આ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ધવલ પરીખ/નવસારી: નવસારીમાં લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદે ધબડાટી બોલાવી છે વહેલી સવારથી અવિરત પડી રહેલા વરસાદને કારણે નવસારી શહેરનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાત્રે 2 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીમાં 6 કલાકમાં નવસારીમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને આમંત્રણમાં પણ મુશ્કેલી થઈ રહી છે. 

fallbacks

ગુજરાતના આ 11 જિલ્લામાં ભારે પવનો સાથે વરસાદનું ભારે ભરખમ એલર્ટ; ચોંકાવનારી આગાહી!

નવસારીના રેલ્વે ઓવરબ્રિજમાં કેડ સમા પાણી ભરાતા નોકરીયા તો સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓએ પાણીમાં જીવના જોખમે પસાર થવું પડ્યું રહ્યું છે પાણી ભરાતા શાળાએ રજા આપી અને વિદ્યાર્થીઓ જોખમી રીતે પાણીમાંથી પસાર થાય છે કારણ કે જે રેલ્વે ઓવરબ્રિજ છે એ દોઢ કિલોમીટર લાંબો છે અને આટલો મોટો ચકરાવો મારો વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને થકવી દે છે. 

1 મિનિટમાં 2.5 લાખ...એક કલાકમાં 1.5 કરોડ, જાણો સંસદમાં એક દિવસમાં કેટલો થાય છે ખર્ચ

50 થી 75 વર્ષના વૃદ્ધો પણ સાયકલ લઈને આપ ઘરનાળામાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે નોકરીએ ન જાય તો ખાવાની તકલીફ પડે એવી સ્થિતિ ગરનાળામાંથી પસાર થયા બાદ એક મજબૂર વૃદ્ધિ જણાવી હતી સંતાન ન હોવાથી 74 વર્ષે પણ તેમણે નોકરીએ જવા પડે છે પાલિકા અથવા રેલવે ફાટકને થોડી ખોલી આપે તો સાયકલ લઈને પસાર થતા લોકોને સરળતા રહે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. 

અ'વાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો સુરક્ષા એજન્સીઓની તપાસમાં શુ મળ્યું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More