Home> Gujarat
Advertisement
Prev
Next

તેલિયા રાજાઓના પાપે સિંગતેલના ભડકે બળી રહ્યાં છે ભાવ, સરકારના ચાર હાથ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું જંગી ઉત્પાદન થયું છે. રાજકોટના માર્કેટયાર્ડમાં રોજ હજારો ગુણી મગફળીની આવક થઈ રહી છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં તો દરરોજ 10થી 12 હજાર ગુણી મગફળી વેચાણ માટે આવી રહી છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ છે.

તેલિયા રાજાઓના પાપે સિંગતેલના ભડકે બળી રહ્યાં છે ભાવ, સરકારના ચાર હાથ

ઝી બ્યુરો/રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. જો કે એક ભેદી વાત એ છે કે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે નથી આવી રહી. તેનું પરિણામ એ આવ્યું છે કે સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે. નફાખોરો પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે અને જનતા મોંઘવારીમાં પિસાઈ રહી છે.

fallbacks

'આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન...મારું તમારું આટલું જ લખ્યું હતું, હવે ચિંતા ના કરતા...'

મગફળીનાં ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે.જ્યારે રાજકોટ મગફળી તેમજ સિંગતેલનાં ઉત્પાદનમાં ગુજરાતમાં મોખરે છે. આ જ કારણ છે કે સિંગતેલનાં ભાવ રાજકોટથી નક્કી થતાં હોય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું જંગી ઉત્પાદન થયું છે. રાજકોટના માર્કેટયાર્ડમાં રોજ હજારો ગુણી મગફળીની આવક થઈ રહી છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં તો દરરોજ 10થી 12 હજાર ગુણી મગફળી વેચાણ માટે આવી રહી છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ છે.

Rajkot: રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજીત બન્યું! મનપાના કર્મીની કરાઈ કરપીણ હત્યા

એક તરફ જ્યાં મગફળીની સારી આવક થઈ રહી છે, ત્યાં સિંગતેલનાં ભાવ ભડકે બળી રહ્યા છે. સિંગતેલના ડબ્બાનાં ભાવ 2700થી 2880 રૂપિયા સુધી પહોંચી ગયા છે. બે દિવસમાં સિંગતેલનાં ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે.  તેલનાં વેપારીઓનું માનીએ તો મગફળીની આવક ભલે વધારે હોય, પણ તેમાંથી પિલાણ માટેની મગફળીનું પ્રમાણ ઘણું ઓછું છે...જેના કારણે સિંગતેલનાં ભાવ વધી રહ્યા છે.

CA Foundation: હવે અમદાવાદથી વધુ વિદ્યાર્થીઓ બનશે CA, સમગ્ર દેશમાં શાનદાર પ્રદર્શન

વેપારીઓનું માનીએ તો સિંગતેલનાં ભાવ હજુ વધી શકે છે. આગામી દિવસોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર જઈ શકે છે. હાલ ખેડૂતોને જે મગફળીનાં 1500 રૂપિયા સુધીનાં ભાવ મળી રહ્યા છે, તે આગામી સમયમાં વધી શકે છે, જો કે કેટલાક ખેડૂતોનાં મતે વર્તમાન ભાવ પણ અપૂરતા છે. 

જો આગામી સમયમાં મગફળીનાં ભાવ વધે તો સિંગતેલના ભાવ ચોક્કસ વધી શકે છે..જો કે અહીં એક નોંધપાત્ર બાબત એ છે કે સિંગતેલ સિવાયનાં અન્ય ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમ કે કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો થતાં તેલનો ડબ્બો 2050 રૂપિયાએ પહોંચ્યો છે. સન ફલાવર તેલમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં સનફ્લારના ભાવ 2060ની આસપાસ છે. સોયાબીન તેલમાં 40 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2100 રૂપિયા સુધી છે. જ્યારે પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો તેલના ડબ્બાનાં ભાવ 1550 રૂપિયા સુધી પહોંચ્યા છે. 

ખેડૂતો હવે ભંગાર પડેલા ટ્રેક્ટરને કરાવી શકશે EV, ખાસિયતો જાણીને તાત્કાલિક લેવા દોડશો

મગફળીનાં ભાવ સારા મળતા ખેડૂતો ખુશ થાય છે, ત્યાં મગફળી મોંઘી થતા ઓઈલ મિલરો સિંગતેલનાં ભાવ વધારવામાં વિલંબ નથી કરતા. છેલ્લા એક વર્ષમાં સિંગતેલના ડબ્બામાં 300 રૂપિયા જેટલો વધારો થયો છે, જે કમરતોડ ભાવવધારો છે. વેપારીઓ પાસે ભાવવધારા માટે માગ અને પુરવઠાનું ગણિત છે, જો કે મોંઘવારીમાં પિસાતી સામાન્ય જનતાના ગણિતની કસોટી પોતાનું બજેટ સાચવવામાં જ થઈ જાય છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More