Home> India
Advertisement
Prev
Next

Adani Group: અદાણી મામલામાં પ્રથમવાર બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ, કહ્યું કે....

Nirmala Sitharaman : નાણામંત્રી નિર્મલા સીતારમણે અદાણી ગ્રુપને લઈને મોટું નિવેદન આપ્યું છે. જાણો શું છે ખાસ...

Adani Group: અદાણી મામલામાં પ્રથમવાર બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ, કહ્યું કે....

નવી દિલ્હીઃ Adani Group Latest News: અદાણી ગ્રુપના શેરમાં આવેલા ભૂકંપ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણીના શેરમાં ભારે ઘટાડો થયો છે. છેલ્લા 5 દિવસમાં અદાણી એન્ટરપ્રાઇઝની ટિકિટમાં 49.60 ટકાનો ઘટાડો થયો છે. નાણામંત્રીએ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે આ મામલે SBI અને LIC દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. 

fallbacks

એક્સપોઝર છે લિમિટેડ
એસબીઆઈ અને એલઆઈસી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર અદાણી ગ્રુપનું એક્સ્પોઝર તેમના સુધી મર્યાદિત છે. આ સાથે તેણે માર્કેટ રેગ્યુલેટરની પણ પ્રશંસા કરી છે. સીતારમણના નિવેદન મુજબ, તેમનું એક્સ્પોઝર (અદાણી જૂથના શેરમાં) મર્યાદામાં છે અને મૂલ્યાંકન ઘટવા છતાં પણ તેઓ નફામાં છે.

એલઆઈસીએ આપી જાણકારી
એલઆઈસી તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, અદાણી ગ્રુપની લોન અને ઇક્વિટીમાં 36,474.78 કરોડ રૂપિયાના રોકાણનો ખુલાસો પણ થયો છે. આ સાથે જણાવ્યું કે આ રકમ તેના રોકાણના માત્ર એક ટકા છે. 

આ પણ વાંચોઃ અદાણી સમૂહને મળેલી 80,000 કરોડની લોન પર RBIનો મોટો નિર્ણય, બેંકો પાસે હિસાબ માંગ્યો

અદાણી ગ્રુપના હોબાળાની કોઈ અસર નહીં થાય
અધિકારીઓએ LIC અને SBIને કહ્યું છે કે અદાણી ગ્રૂપમાં જે હોબાળો મચ્યો છે તેનાથી તેમને કોઈ પણ રીતે અસર થશે નહીં. તેમનું રોકાણ આમાં મર્યાદિત હતું અને જે કંઈ રોકાણ થયું તેનો ફાયદો કંપનીઓ અને બેંકને થયો છે.

બેન્કિંગ સિસ્ટમ દરેક સમસ્યાનો સામનો કરી રહી છે
આ સાથે નાણામંત્રીએ ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે આ સમયે ભારતીય બેન્કિંગ સિસ્ટમ બેવડી બેલેન્સ શીટની સમસ્યાનો સામનો કરી રહી છે. આ સિવાય એનપીએ, વસૂલીની સ્થિતિમાં સુધાર થયો છે. એસબીઆઈએ આ સમયગાળામાં રોકાણકારોની ચિંતાને દૂર કરવા માટે પગલું ભર્યું છે. 

માર્કેટ કેપમાં 120 અબજ ડોલરનો ઘટાડો
નોંધનીય છે કે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 120 અબજ ડોલર કરતા વધુ ઘટી ગયું છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગ્રુપના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની લિસ્ટેડ 7 કંપનીઓના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More