Home> Gujarat
Advertisement
Prev
Next

દ્વારકાના ગોમતી નદીમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 7 ડૂબ્યા, એક યુવતીનું મોત

Dwarka Gomati Ghat Drowning : યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં 5 લોકો ડૂબ્યા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તમામને બચાવ્યા. પરંતું એક યુવતીનું ડૂબવાથી થયું મોત... બોટ પલટી જતા બની ઘટના

દ્વારકાના ગોમતી નદીમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 7 ડૂબ્યા, એક યુવતીનું મોત

Dwarka News : દ્વારકાના ગોમતી ઘાટમાં નદીમાં 7 લોકો ડૂબવાની ઘટના બની છે. જેમાં એક યુવતીનું નદીમાં ડૂબવાથી મોત નિપજ્યું છે. નદીમાં ઊંટ ઉતારીને ડૂબતા લોકોને બચાવી લેવાયા હતા. 6નું રેસ્કયું કરીને સારવાર માટે ખસેડાયા છે. 

fallbacks

જામનગરનો પરિવાર નદીમાં ડૂબ્યો 
દ્વારકાની ગોમતી નદીમાં તાજેતરમાં ડૂબી જવાની ઘટનાઓ વધી છે. થોડા દિવસો પહેલા એક 85 વર્ષના વૃદ્ધનું નાહતી વખતે મૃત્યુ થયું હતું. આજે, જામનગરના ચાર યુવાનો અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકો ગોમતીમાં નાહવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા. પરંતુ એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને અન્ય બે મહિલાઓને ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવી છે.

ગોમતી નદીમાં દુર્ઘટના બનતા જ ફાયર વિભાગ તાત્કાલિક મદદે આવ્યું હતું. લોકોને બચાવવા માટે ઉંટની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભાગેશ્વરીબેન નામની મહિલાનુ ડૂબી જવાથી મોત થયું છે. 

ગોમતી નદીમાં ડૂબવાની ઘટનાઓ બાદ કલેક્ટર દ્વારા પ્રતિબંધ
ગોમતી નદીમાં તાજેતરમાં બનેલી ડૂબવાની ઘટનાઓને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ગોમતી ઘાટ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. ગોમતી નદીમાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશ બાદ, પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ગોમતી ઘાટથી લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ નદીમાં પ્રવેશ ન કરે તે માટે ગોમતી ઘાટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More