ચેતન પટેલ/સુરત: સુરતમાં 14 ફેબ્રુઆરી 2025ના રોજ ઈ-બાયોટોરીયમે ઇતિહાસ રચ્યો, જ્યારે તેણે 28 ફૂટ 10 ઇંચ (8.80 મીટર) ઊંચા મેટ્રેટ્સની સૌથી વધુ ઉંચાઇ બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. ગુજરાતમાં કરવામાં આવેલો આ પ્રયોગ સહેલો નહોતો તેના માટે 3 ઔદ્યોગિક કેન, 40 સભ્યોની ઓપરેશન ટીમ અને ઊંચા સ્તરની સંકલન ક્ષમતાની જરૂર પડી હતી. જેથી આ ગોઠવણ 6 કલાક સુધી સ્થિર રહી શકે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને અધિકૃત અધિકારીઓ અને ત્રણ દેશોના સ્વતંત્ર ન્યાયાધીશોએ તમામ માપદંડોની ચકાસણી કર્યા પછી આ રેકોર્ડને માન્યતા આપી.
આ મેટ્રેસ માત્ર દેખાવ માટે નહોતા. દરેક મેટ્રેસ ઈ-બાયોટોરીયમ બાયોમેગ્નેટિક મેટ્રેસ હતા. જેમાં બાયો મેગ્નેટિક મેટ્રેસ હતા અને જે શરીરની વિવિધ બીમારીઓના ઉપચાર માટે બનાવવામાં આવ્યા હતા. માત્ર ઊંચાઇ સુધી મર્યાદિત ન રહી, આ રેકોર્ડ કંપનીની ગુણવત્તા, નવીનતા અને અશક્યને શક્ય બનાવવાના સંકલ્પનું પ્રતિક બની ગયું.
ગુજરાત સહિત આ રાજ્યમાં કડકા ભડાકા સાથે વરસાદની આગાહી, ભાવનગરમાં થઈ જોરદાર એન્ટ્રી
આ મહત્વની સિદ્ધિના પાયામાં સાગર જોશી છે, જે 18 વર્ષના અનુભવ સાથે સોફટવેર ડેવલપર છે. તેમણે ભારતમાં ડાયરેક્ટ સેલિંગના અપાયેલ સંભાવનાઓને ઓળખી, ટેક્નોલોજી સાથે વિવિધ વિકલ્પો સાથે આરોગ્યને જોડવાની તક જોઈ. 2020માં COVID-19 મહામારીએ અર્થતંત્રમાં તોફાન મથાવ્યું ત્યારે તેમણે ડાયરેક્ટ-સેલિંગ મોડેલને ડિજિટલાઈઝ કર્યું. જેથી દેશભરમાં લોકો શારીરિક સંપર્ક વિના બાયોમેગ્નેટિક પ્રોડકટ્સ વેચી અને ખરીદી શકે. જે એક વ્યાપારી વ્યવસ્થાપન તરીકે શરૂ થયું તે એક ઉદ્યોગ ક્રાંતિ બની ગયું અને હજારો લોકો માટે આર્થિક સ્વતંત્રતાનું દ્વાર બની ગયું.
ફક્ત ચાર વર્ષમાં ઈ-બાયોટોરીયમએ એક વિશિષ્ટ વેલનેસ ખ્યાલને રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવી દીધું. જે 28 રાજ્યો અને 750 જિલ્લાઓ સુધી ફેલાઈ ગયું છે. તેનું ડિજિટલ પ્લેટફોર્મ સતત વિસ્તરી રહ્યું છે. ટેક્નોલોજીને પ્રાકૃતિક ઉપચાર સાથે જોડીને નવી દિશાઓ શોધી રહ્યું છે.
કેળાની લાલચે સગીરા સાથે યુવકની કાળી કરતૂત! રૂમમાં બોલાવી કપડાં કઢીને છાતીના ભાગે...
આ રેકોર્ડ બ્રેકિંગ સિદ્ધિ માત્ર એન્જિનિયરિંગનો ચમત્કાર નહોતો તે એક સંદેશો હતો. ઈ બાયોટેરીયમ નેટવર્ક પ્રા. લી. માત્ર મેટ્રેસ જ નથી ગોઠવી રહ્યું, તે એક પછી નવીનતાની નવી ઊંચાઈઓ સર કરતી વખતે એનેક સિદ્ધિઓ ગોઠવી રહ્યું છે!
આગળનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમેરિકા દેશનો 7.416 મીટરનો (24.4") હતો, જે હવે વર્તમાન માં 14 ફેબ્રુઆરી 2025ના રોજ ઈ-બાયોટોરીયમના સ્થાપક સાગર રમાકાંત જોશીએ ઇતિહાસ રચ્યો, જ્યારે તેણે 28 ફૂટ 10 ઇંચ (8.80 મીટર) ઊંયા મેટ્રેસની સૌથી વધુ ઉચાઇ બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે