ચેતન પટેલ/સુરત: સુરત જિલ્લામાં વધી એક શર્મનાક ઘટના સામે આવી છે.ઓલપાડ તાલુકાના એક ગામમાં એક સાત વર્ષની બાળકી પોતાના ભાઈ સાથે રમી રહી હતી તે દરમિયાન પાડોશમાં રહેતો ભીમ દીનદયાળ નામના ઈસમે સગીરા પર નજર બગાડી હતી.અને કેળા ખવડાવું તેવી લાલચ આપી સગીરાને પોતાની રૂમમાં લઈ જઈને સગીરાના શરીર પર રહેલા કપડા કઢાવી નિવસ્ત્ર કરી દીધી હતી. અને બાદમાં બદ ઇરાદે સગીરા ના શારીરિક અડપલા કર્યા હતા.
સગીરા આ બધું જોઈ હેબતાઈ ગઈ હતી અને થર થર ધ્રૂજવા લાગી હતી.સમગ્ર બાબતની જાણ પોતાની માતા ને કરતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ભોગ બનનાર સગીરાનો પરિવાર ઓલપાડ પોલીસ મથક ખાતે દોડી ગયો હતો.ઘટનાને ગંભીરતા થી લઈને આરોપી સુરત મુકી ભાગી ન જાય અને ઝડપાઈ જાયએ માટે ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર જાદવે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીની કલાકો જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
1 નાની ફાઈનેન્શિયલ ટિપ્સ કરશે કમાલ, 25000 મહિને કમાણી કરનાર બની જશે દોઢ કરોડ માલિક!
ઝડપાયેલ આરોપીની કડક પૂછતાછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો.આરોપી અપરણિત અને એકલો જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમાજનાં આ પ્રકારના વધી રહેલા કિસ્સાઓને લઈને પોલીસની સી ટીમ દ્વારા દીકરીઓને બેડ ટચ ગુડની માહિતી આપવામાં આવી રહી છે. જેથી કોઈપણ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થાય તો તેણે ખ્યાલ આવી જાય.
ગુજરાતમા સમલૈંગિક પ્રેમનો અજબ કિસ્સો,સંબંધમાં તિરાડ પડતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
સુરત જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મ, છેડતી અને ઘટના સામે આવી છે. એકજ સપ્તાહ માં બારડોલી, માંગરોળ, ઓલપાડ તાલુકામાં ઘટના બનવા પામી છે. જોકે પોલીસ દ્વારા ત્રણેય ઘટનામાં આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે