Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની ધરા ધણધણી ઉઠી, 24 કલાકમાં 12 આંચકા અનુભવાયા

ગુજરાતમાં ગઈકાલે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધી 12 જેટલા આફ્ટરશોક ગાંધીનગર સિષ્મોલોજી સેન્ટરમાં નોંધવામાં હતા. ગઈકાલે રાત્રે 8.13 મિનિટ એ 5.3ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો.

ગુજરાતની ધરા ધણધણી ઉઠી, 24 કલાકમાં 12 આંચકા અનુભવાયા

હિતલ પારેખ, ગાંધીનગર: કોરોનાના સંકટ વચ્ચે પ્રકૃતિ પણ ઝટકા આપી રહી છે. નિસર્ગ, અમ્ફાન જેવા ચક્રવાત અને દિલ્હી-એનસીઆર બાદ હવે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં ગઈકાલે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધી 12 જેટલા આફ્ટરશોક ગાંધીનગર સિષ્મોલોજી સેન્ટરમાં નોંધવામાં હતા. ગઈકાલે રાત્રે 8.13 મિનિટ એ 5.3ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉના વોંધ નજીક હોવાનું જાણવા મળ્યું છે.

fallbacks

ભચાઉ વિસ્તારમાં જ એપી સેન્ટર હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત આ અગાઉ 19 જુન 2012 ના દિવસે 5.1 ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો ત્યારે એક સપ્તાહ સુધી તેનાથી નાના તીવ્રતાવાળા ભૂકંપ ના આફ્ટરશોક આવ્યા હતા.

સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર રાત્રે 8.13 કલાકે 5.3નો ભૂકંપ આવ્યા બાદ 8.19 કલાકે 3.1ની તીવ્રતા, 8.39  2.9 તીવ્રતા, 8.51 કલાકે 2.2 તીવ્રતા, 8.56 વાગે 2.5 તીવ્રતા, 10.02 વાગે 3.7 તીવ્રતા, 10.04 વાગે 2.5 તીવ્રતા, 1.46 કલાકે 1.6 તીવ્રતા, 3.53 કલાકે 1.6 તીવ્રતા, 3.55 કલાકે 1.4 તીવ્રતા, 3.58 કલાકે 1.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાજ્યમાં ભૂકંપની સૌથી વધુ અસર અમદાવાદ અને રાજકોટમાં જોવા મળી હતી.  

ભુકંપના આંચકાનો અનુભવ અમદાવાદ અને ગાંધીનગરમાં થયો હતો. જોકે ભુકંપના આંચકો આંશિક હોવાથી ફ્લેટમાં રહેતા વ્યક્તિઓને જ ખબર પડી હતી. શહેરના નારણપુરા, સીજી રોડ, કાંકરિયા, મણિનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોપલ, ઘુમા, પાલડી, શાહપુર, ખાડિયા સહિતના શહેરભરમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આંચકા અનુભવાતા લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. કચ્છ, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, જામનગર અને સુરેન્દ્રનગરમાં 4થી 5 સેકન્ડ સુધી ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.   

ઉલ્લેખનીય છે કે વર્ષ-2001માં આવેલા ભુકંપ બાદ 19 વર્ષે ભુકંપનો અનુભવ થયો હતો. જોકે ભુકંપની આંશિક અસર હોવાથી કોઇ મોટું નુકશાનના કોઇ જ સમાચાર સામે આવ્યા નથી. સદનસીબે કોઇપણ સ્થળે જાનહાની કે મોટી નુકસાની થઇ ન હતી.

અત્રે નોંધનીય છે કે 2001ની 26મી જાન્યુઆરીએ સવારે આવેલા 7.8ના વિનાશક ભૂકંપ પછીનો આ સાૈથી મોટો ધરતીકંપ હતો. 19 વર્ષ પૂર્વેનૂં એપી સેન્ટર ભચાઉથી જ ઉત્તર-ઉત્તર પૂર્વમાં 24 કિ.મી. દૂર હતું જ્યારે આજનું એપી સેન્ટર એ જ દિશામાં 8 કિ.મી. દૂર હતું, મતબલ બન્ને કેન્દ્રબિંદુ વચ્ચે માત્ર 18 કિલોમીટરનું અંતર હતું.

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More