Home> India
Advertisement
Prev
Next

સ્ટડી: ભારતમાં નવેમ્બર મહિનામાં કોરોના મહામારી ચરમસીમાએ પહોંચશે, ICU બેડ-વેન્ટિલેટર ખૂટી પડશે

ભારતમાં કોવિડ 19 મહામારી નવેમ્બર મધ્યમાં ચરમસીમાએ પહોંચી શકે છે. જે દરમિયાન 'આઈસીયુ બેડ' અને વેન્ટિલેટરની પણ અછત પડી શકે છે. એક અભ્યાસમાં આ દાવો કરાયો છે. અભ્યાસ મુજબ લોકડાઉનના કારણે કોવિડ 19 મહામારી આઠ અઠવાડિયા મોડી પોતાની ચરમસીમાએ પહોંચશે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંઘાન પરિષદ (ICMR) દ્વાર રચાયેલા 'ઓપરેશન રિસર્ચ ગ્રુપ'ના રિસર્ચર્સે આ અભ્યાસ કર્યો છે. જેમાં કહેવાયું છે કે લોકડાઉને મહામારીને ચરમસીમાએ પહોંચવામાં 34 દિવસથી આગળ વધારીને 76 દિવસ કર્યાં. 

સ્ટડી: ભારતમાં નવેમ્બર મહિનામાં કોરોના મહામારી ચરમસીમાએ પહોંચશે, ICU બેડ-વેન્ટિલેટર ખૂટી પડશે

નવી દિલ્હી: ભારતમાં કોવિડ 19 મહામારી નવેમ્બર મધ્યમાં ચરમસીમાએ પહોંચી શકે છે. જે દરમિયાન 'આઈસીયુ બેડ' અને વેન્ટિલેટરની પણ અછત પડી શકે છે. એક અભ્યાસમાં આ દાવો કરાયો છે. અભ્યાસ મુજબ લોકડાઉનના કારણે કોવિડ 19 મહામારી આઠ અઠવાડિયા મોડી પોતાની ચરમસીમાએ પહોંચશે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંઘાન પરિષદ (ICMR) દ્વાર રચાયેલા 'ઓપરેશન રિસર્ચ ગ્રુપ'ના રિસર્ચર્સે આ અભ્યાસ કર્યો છે. જેમાં કહેવાયું છે કે લોકડાઉને મહામારીને ચરમસીમાએ પહોંચવામાં 34 દિવસથી આગળ વધારીને 76 દિવસ કર્યાં. 

fallbacks

ઓછી પડશે સુવિધાઓ
અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે લોકડાઉને સંક્રમણના કેસોને 69 ટકાથી 97 ટકા સુધી ઓછા કર્યાં, જેનાથી સ્વાસ્થ્ય પ્રણાલીને સંસાધન ભેગા કરવામાં અને માળખાગત સુવિધાને મજબુત કરવામાં મદદ મળી. લોકડાઉન બાદ જન સ્વાસ્થ્ય ઉપાયોને વધારવા અને તેના 60 ટકા સફળ રહેવાની સ્થિતિમાં મહામારી નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં પોતાની ચરમસીમાએ પહોંચી શકે છે. ત્યારબાદ 5.4 મહિના માટે આઈસોલેશન બેડ, 4.6 મહિના માટે આઈસીયુ બેડ અને 3.9 મહિના માટે વેન્ટિલેટર ઓછા પડી જશે. 

સાવધાન! જીવલેણ કોરોનાએ ફરીથી બદલ્યા રંગરૂપ, આ નવા લક્ષણો ખાસ જાણો

લોકડાઉનથી થયો મોટો ફાયદો
જો કે એમ પણ કહેવાયું છે કે જો લોકડાઉન અને જનસ્વાસ્થ્યના ઉપાયો ન કરાયા હોત તો સ્થિતિ વધુ ગંભીર થઈ શકત. રિસર્ચર્સે કહ્યું કે માળખાગત સુવિધાઓ વધારવા માટે સરકાર દ્વારા સતત પગલાં લેવાવા અને વિભિન્ન ક્ષેત્રોમાં સંક્રમણના દર અલગ અલગ રહેવાના કારણે મહામારીના પ્રભાવને ઘટાડી શકાય છે. જો જન સ્વાસ્થ્ય ઉપાયોના કવરેજને વધારીને 80 ટકા કરવામાં આવે તો મહામારીના પ્રભાવમાં ઘટાડો લાવી શકાય છે. 

60 ટકા મૃત્યુ ટાળી શકાયા
ભારતમાં કોવિડ 19ના મોડલ આધારિત વિશ્લેષણ મુજબ લોકડાઉનના પિરિયડ દરમિયાન તપાસ, ઉપચાર, અને રોગીઓની સારવાર અને આઈસોલેશન માટે વધારાની ક્ષમતા તૈયાર કરવાની સાથે સાથે ચરમસીમાએ કેસની સંખ્યા 70 ટકા સુધી ઓછી થશે અને સંક્રમણના વધી રહેલા કેસમાં લગભગ 27 ટકા ઘટાડો જોવા મળશે. વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે કોવિડ 19થી થનારા મૃત્યુના કેસમાં લગભગ 60 ટકા મૃત્યુ ટાળી શકાયા અને એક તૃતિયાંશ મૃત્યુ ટાળવાનો શ્રેય સ્વાસ્થ્ય સુવિધા ઉપાયોમાં વૃદ્ધિને જાય છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 11502 નવા કેસ, આ 5 રાજ્ય સૌથી વધુ પ્રભાવિત

મહામારીની અસરને ઓછી કરશે આ પગલાં
રિસર્ચર્સે કહ્યું કે કોવિડ 19ના મેનેજમેન્ટથી નીતિઓની યોગ્ય સમીક્ષા અને સ્વાસ્થ્ય પ્રણાલીને મજબુત કરવામાં મદદ મળશે. તેમાં કહેવાયું છે કે લોકડાઉન મહામારી ચરમસીમાએ પહોંચવામાં મોડું કરાવશે અને સ્વાસ્થ્ય પ્રણાલીને તપાસ, કેસનું એનાલિસિસ, ઉપચાર, અને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવા માટે જરૂરી સમય ઉપલબ્ધ કરાવશે. આ પગલું કોવિડ 19ની રસી વિક્સિત થાય ત્યાં સુધી મહામારીના પ્રભાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 

જુઓ LIVE TV

દેશમાં કોરોનાના કુલ 332424 કેસ
કોરોના (Corona Virus) ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. આવા સમયે આપણે પોતે સાવચેતી રાખવી ખુબ જરૂરી બને છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11502 નવા કેસ જોવા મળ્યાં છે. જ્યારે એક જ દિવસમાં 325 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 332424 થઈ ગઈ છે. જેમાંથી 153106 એક્ટિવ કેસ છે જ્યારે 169798 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા 9520 થઈ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More