ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આવામાં ગત 24 કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકા (earthquake) થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે.
ગીર સોમનાથમાં રવિવાર રાતથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જે આજે સવાર સુધી યથાવત છે. સિસ્મોગ્રાફી પર 24 કલાકમાં કુલ 13 આંચકા નોંધાયા છે. જેની વિગતો આ મુજબ છે.
આ પણ વાંચો : દિગ્ગજ દવા કંપનીનો દાવો, તેમની કોરોના વેક્સીનનું અંતિમ ટ્રાયલ સફળ, 94% અસરકારક
ગીર સોમનાખના તલાલા, ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાઈ રહી છે. સતત હલી રહેલી ધરતીને કારણે લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે. લોકો કોઈ એડવેન્ચર રાઈડ પર બેસીને સતત હલી રહ્યા હોય તેવુ અનુભવી રહ્યાં છે. ભરશિયાળે ઘરમાં રહે કે બહાર જાય તેવો ડર લોકોમાં ભરાઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે