રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત (Mann ki baat) કરી હતી. આ કાર્યક્રમના માધ્યમથી સંબોધન કરતા તેઓએ ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાને યાદ કર્યું હતું. કચ્છનાં લખપત તાલુકામાં આવેલા ગુરુદ્વારાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતુ કે, ગુરુનાનક સાહેબ (gurunanak jayanti) ની મેં લખપતમાં સેવા કરી છે. ભૂકંપમાં નુકશાની થયા બાદ મારા હસ્તે ગુરુદ્વારાનું જીર્ણોદ્ધાર થયો હતો, જેનો હું ગર્વ લઉ છું.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૧મી વખત મન કી બાતનું સંબોધન રવિવારે કર્યુ હતુ. જેમાં તેઓએ હાલ શરૂ થઈ રહેલા ગુરૂનાનક જન્મજયંતીની વાત કરતા કચ્છને યાદ કર્યુ હતુ. નરેન્દ્રભાઈ બોલે અને કચ્છને યાદ ન કરે તેવુ ભાગ્યે જ બને. તેઓએ ગુરૂ નાનકજીને યાદ કરતા કહ્યુ હતુ કે, કચ્છના લખપતમાં પણ એક ગુરૂદ્વારા છે. ગુરૂનાનકજી અહીં રોકાયા હતા. 2001 ના ભૂકંપમા આ ગુરૂદ્વારાને મોટુ નુકસાન થયું હતું, ગુરૂસાહેબની જ કૃપા હતી કે તે જર્જરીત ગુરૂદ્વારાના સમારકામની ભૂમિકા મારા પર આવી, જેથી મને ગુરૂસાહેબના આર્શીવાદ મળ્યા હતા. અમારી ટીમ દ્વારા તે વખતે કરવામા આવેલી ગુરૂદ્વારાના જીર્ણોદ્વારને યુનેસ્કોનો એવોર્ડ પણ મળ્યો હતો.
તેઓએ વધુમાં કહ્યું કે, ગુરૂદ્વારાના પુનનિર્માણમા શીખ સમુદાયનો મોટો ફાળો રહેલો છે. અને શીખ સમુદાયના માર્ગદર્શનથી જ આ પુનઃ નિર્માણ કરવામા આવ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હુ સીએમ ન હતો ત્યારે પણ લખપત ગુરૂદ્વારા જવાની મને તક મળી હતી. અને અહી જઈને ધન્યતા અનુભવી હતી. ગુરૂસાહેબે મારાથી નિરંતર સેવા લીધી છે. મોદીજીએ આ તબક્કે સૌને ગુરુનાનક જયંતિની શુભકામના પાઠવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે