Home> Gujarat
Advertisement
Prev
Next

ડબલ ઋતુના કારણે સુરતમાં રોગચાળો વકર્યો, રોગચાળામાં બે બાળકોના કરુણ મોત

એકના એક દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. અન્ય બનાવમાં પાંડેસરામાં આઠ માસની પુત્રી છેલ્લા બે દિવસથી તાવ અને શરદી હતી. તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન કેસનું કરુણ મોત નીપજ્યું હતું.

ડબલ ઋતુના કારણે સુરતમાં રોગચાળો વકર્યો, રોગચાળામાં બે બાળકોના કરુણ મોત

ઝી બ્યુરો/સુરત: શહેરમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ હોવા છતાં શરદી-ઉધરસ અને તાવના કેસ યથાવત રહ્યા છે. રોગચાળામાં બે બાળકોના કરુણ મોત નીપજ્યા છે. સુરત રત્નકલાકારના ત્રણ માસના પુત્રનું ઝાડા ઉલ્ટી બાદ મોત થયું છે.

fallbacks

આવી ગયા ટ્રાફિકના નિયમો તોડનાર માટે નવા નિયમ;સહેજ પણ ભૂલ કરી તો ખાલી થઈ જશે આખો પગાર 

એકના એક દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. અન્ય બનાવમાં પાંડેસરામાં આઠ માસની પુત્રી છેલ્લા બે દિવસથી તાવ અને શરદી હતી. તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન કેસનું કરુણ મોત નીપજ્યું હતું.

પગ કપાવો તો મફત સારવાર, અડધી સારવાર લઈ ઘરે જવું હોય તો 35 હજાર ભરો! હવે સરકારીમાં...

નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં માત્ર એક સપ્તાહમાં શરદી-ઉધરસના 316, તાવના 317 ઝાડા-ઉલટીના 78, ઝેરી કમળાના 2, ટાઈફોઈડના 1 તથા મેલેરિયાનો 1 જેટલા કેસ મળીને કુલ 715 જેટલા રોગચાળાના કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા. છે. ફરીથી ઋતુ બદલાતા ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. 

એ 10 મિનિટનો હતો સટાસટીનો ખેલ! તમામના વધી ગયા હતા ધબકારા, તૂટ્યો હતો સંપર્ક, આગના...

ડબલ ઋતુના અનુભવના કારણે રોગચાળો વકરતા રાજકોટમાં RMCએ ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે તાપમાં પોતાને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તે અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બાંધકામ સાઇટ પર શુ ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

'હું મારા માતા-પિતાથી કંટાળી ગઈ છું, મારા ઉછેર પર ધ્યાન આપતાં નથી', યુવતીનો ઘટસ્ફોટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More