Saunf Mishri Benefits: ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને કંઈક ઠંડુ અને તાજગી આપે એવી વસ્તુ પીવાની ઈચ્છા થાય છે. તડકામાં રહ્યા પછી શરીરની એનર્જી ઘટી જાય છે. આ સ્થિતિમાં શરીરને પોષકતત્વોથી ભરપુર વસ્તુ આપવી જરૂરી છે. તેના માટે ઉનાળામાં તમે સાકર અને વરિયાળીનું પાણી પી શકો છો. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને એનર્જી પણ વધે છે.
આ પણ વાંચો: Warm Water: આ 5 રોગના દર્દીએ સવારે ન પીવું હુંફાળુ પાણી, થઈ શકે છે ગંભીર સમસ્યા
વરિયાળીના દાણા અને સાકરનું પાણી શરીરને તાજગી આપે છે અને પેટ સંબંધિત સમસ્યામાં આરામ આપે છે. વરિયાળી અને સાકરનું પાણી કેવી રીતે બનાવવું અને તેને કયા સમયે પીવું ચાલો તમને જણાવીએ.
વરિયાળી અને સાકરનું પાણી બનાવવાની 2 રીત
આ પણ વાંચો: ગરમીમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સને બદલે પીવડાવો આ ફળના જ્યૂસ, બાળક રહેશે હેલ્ધી
1. એક લીટર પાણીમાં 4 ચમચી વરિયાળી રાત્રે પલાળી દો. બીજા દિવસે સવારે પાણીમાં 1 ચમચો મિસરી પાવડર ઉમેરો. આ પાણી સવારે ખાલી પેટ પીવું અને દિવસ દરમિયાન પણ પીતા રહેવું.
2. અડધા લીટર પાણીમાં 3 ચમચી વરિયાળી અને મિસરી ઉમેરી બરાબર ઉકાળો. આ પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને પીવાનું રાખો.
આ પણ વાંચો: Diabetes: રાત્રે આ 4 લક્ષણ દેખાય તો સમજી લેજો તમે બની ગયા ડાયાબિટીસના દર્દી
સાકર અને વરિયાળીનું પાણી પીવાના ફાયદા
1. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી પાચનશક્તિ વધે છે. તેનાથી પાચન સુધરે છે અને એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી તકલીફો ઓછી થાય છે.
આ પણ વાંચો: રોજના આહાર સાથે ખાવા લાગો આ વસ્તુઓ, કાળઝાળ ગરમીમાં પણ તમારું શરીર રહેશે એકદમ Cool
2. ગરમીના દિવસોમાં સાકર અને વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને બોડી ટેમ્પરેચર ઠીક રહે છે.
3. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી ઓરલ હેલ્થ સુધરે છે અને મોંમાંથી આવતી વાસની સમસ્યા પણ દુર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે