તેજશ મોદી, સુરત : ગુજરાતીમાં એક કહેવત છે, હશે તેનું ઘર વસે. હંમેશા હસતા લોકો બધાને ગમે છે, પરંતુ ક્યારેક રડવું પણ જીવનમાં ખુબ જરૂરી બની જાય છે. પોતાનું દુખ છુપાવી રાખવા કરતા તેને રડીને બહાર કાઢવામાં આવે તો વ્યક્તિને હિંમત મળે છે અને તેનું જીવન હળવું બને છે. સુરતમાં શરૂ કરવામાં આવેલી ક્રાઈંગ ક્લબ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દિલ ખોલી રડી રહી હતી.
ભુજમાં 18 વર્ષની કોડીલી કન્યાએ ખાધો ગળાફાંસો કારણ કે...
સુરતની જાણીતી ક્રાઇંગ કલબ દ્વારા ખાસ રુદન વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શા માટે રડવું જરૂરી છે તે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું. સુરત સહીત દેશભરમાં હાસ્યને થેરાપી સ્વરૂપે ફેલાવનારા લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવા અને સુરતના જાણીતા ડોકટરોની ટીમે હેલ્થી ક્રાઈંગ ક્લબની શરૂઆત કરી છે. તેમનું કહેવું છે કે લોકો દિલ ખોલીને હશે છે પરંતુ રડવા માટે ખૂણો શોધે છે પરંતુ હકીકત એ છે કે લોકોએ જાહેરમાં પોક મૂકીને રડવું જોઈએ. રડવાથી આંખમાંથી જે આંસુ નીકળે છે તે શરીર માટે ફાયદાકારક છે.
ગીર સોમનાથ: મૃત વ્યક્તિનાં નામે લોન લઇને ખરીદવામાં આવતી હતી બાઇક
ક્રાઈંગ ક્લબ દ્વારા લોકોને પોતાના દિલમાં રહેલી એવી વાતો વ્યક્ત કરવાનો મોકો આપવામાં આવે છે જેનું તેમને દુઃખ હોય. લોકો મુક્ત મને પોતાના દુખની વાતો અન્ય લોકો સમક્ષ મૂકી શકે છે. આ અનુભવ પછી વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે આજે તેમને ખરેખર અહેસાસ થયો કે રડવાનું જીવનમાં ખૂબ મહત્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે