Home> India
Advertisement
Prev
Next

હનુમાનજીએ દિલ્હીની જનતા પર કૃપા વરસાવી, જીત બાદ બોલ્યા અરવિંદ કેજરીવાલ

પાર્ટી કાર્યકર્તા અને લોકોને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાએ લોકોને સંદેશ આપ્યો કે, મત તેને જ જે સ્કૂલ બનાવશે. 

હનુમાનજીએ દિલ્હીની જનતા પર કૃપા વરસાવી, જીત બાદ બોલ્યા અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના ચૂંટણી મેદાન  (Delhi Election Result)માં આમ આદમી પાર્ટી ફરી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી 63 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 7 અને કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. દિલ્હીમાં આ પ્રચંડ જીત મેળવ્યા બાદ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. 

fallbacks

પ્રચંડ જીત મેળવ્યા બાદ દિલ્હીના સીએમ સમર્થકો વચ્ચે આવ્યા હતા. અહીં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી વાળા કમાલ કરી દીધો તમે લોકોએ, દિલ્હીના લોકોએ ત્રીજીવાર પોતાના પુત્ર પર વિશ્વાસ કર્યો છે. આ તે દરેક પરિવારની જીત છે તેણે મને પુત્ર સમજ્યો અને સમર્થન કર્યું. દિલ્હીના લોકોએ દેશમાં નવી રાજનીતિને જન્મ આપ્યો છે, જેનું નામ કામની રાજનીતિ છે. 

પાર્ટી કાર્યકર્તા અને લોકોને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાએ લોકોને સંદેશ આપ્યો કે, મત તેને જ જે સ્કૂલ બનાવશે. જે મોહલ્લા ક્લીનિક બનાવશે. આ રાજનીતિ દેશને 21મી સદીમાં લઈ જશે, આ ભારત માતાની જીત છે. દિલ્હીના સીએમે કહ્યું કે, આજે મંગળવારે છે અને હનુમાન જીનો દિવસ છે, હનુમાન જીનો ખુબ-ખુબ આભાર.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More