Home> Gujarat
Advertisement
Prev
Next

હજુ 7 દિવસ 'અતિભારે' આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ગુજરાતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે. ખેડૂતોએ વાવણી કરી દીધી છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
 

 હજુ 7 દિવસ 'અતિભારે' આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

અમદાવાદઃ મુશળધાર મેઘાની ફરી એન્ટ્રી ગુજરાતમાં થઈ છે, ખાસ દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓ બે કાંઠે થઈ છે...ક્યાંક પાણીના પ્રવાહે રોડ-રસ્તા બંધ કરી દીધા છે અને ગામના સંપર્ક કાપી નાંખ્યા છે...તો ક્યાંક વરસાદમાં સૌંદર્ય ખીલી ઉઠ્યું છે...આ બધાની વચ્ચે હવામાન વિભાગે ફરી સારા વરસાદની આગાહી કરી છે...જુઓ ક્યાં ક્યારે કેવો આવશે વરસાદ?...જુઓ આ અહેવાલમાં...

fallbacks

ગુજરાતમાં વરસાગ વરસી રહ્યો છે અને હજુ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે...દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર છે અને ફરી દક્ષિણમાં જ દે ધનાધન વરસાદની સંભાવના છે...હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે...

7 દિવસ દક્ષિણના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી 

ચોમાસું ગુજરાતમાં બરાબર જામ્યું છે. અત્યાર સુધી સારો એવો વરસાદ પડી ગયો છે અને હજુ પણ સારા વરસાદનું અનુમાન છે. તો ફરી નદી-નાળા અને ડેમ છલકાશે....ખેડૂતો ખુશખુશાલ થશે અને સારી ખેતી આ વખતે થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Wi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી આધુનિક સુવિધાથી સજ્જ હાઈટેક ઈલેક્ટ્રિક બસ સ્ટેન્ડ

3 અને 4 જુલાઈની આગાહી
હવામાન વિભાગે 3 જુલાઈએ રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 4 જુલાઈએ વલસાડ, નવસારી, દાહોદ, અરવલ્લી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 જુલાઈની વાત કરવામાં આવે તો મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

6 જુલાઈએ રાજ્યમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાત જુલાઈએ નવસારી અને વલસાડમાં ઓરેન્જ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More