Home> Spiritual
Advertisement
Prev
Next

Haldi: ગુરુવારે પાણીમાં હળદર ઉમેરી કરો આ 4 કામ, ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં જોવા મળશે સકારાત્મક ફેરફાર

Guruwar ke Haldi ke Upay: ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુરુવારનો સંબંધ પીળી વસ્તુ સાથે પણ હોય છે. ગુરુવારે જો તમે હળદરના પાણીનો ઉપયોગ કરી આ કામ કરો છો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધી શકે છે. 
 

Haldi: ગુરુવારે પાણીમાં હળદર ઉમેરી કરો આ 4 કામ, ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં જોવા મળશે સકારાત્મક ફેરફાર

Guruwar ke Haldi ke Upay: ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરૂવારનો દિવસ ગુરુ ગ્રહ સંબંધિત પણ છે. આ દિવસે જો તમે પીળી વસ્તુઓનો ખાસ રીતે ઉપયોગ કરો છો તો તેનાથી જીવનના કષ્ટ દૂર થઈ શકે છે. જીવનમાંથી આર્થિક તંગી દૂર કરવી હોય કે પછી ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવી હોય, તેના માટે હળદરના ખાસ ઉપાયો કરી શકાય છે. કહેવામાં આવે છે કે ગુરુવારના દિવસે પાણીમાં હળદર મિક્સ કરીને આ 4 કામ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 3 જુલાઈ 2025: સિંહ રાશિ માટે દિવસ શુભ, મહત્વપૂર્ણ યોજનામાં સફળતા મળશે

ઘરના મુખ્ય દ્વાર પર છાંટો હળદરનું પાણી

ગુરુવારના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા. જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કે ગુરૂવારના દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરવા શુભ ગણાય છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને એક ગ્લાસમાં ચોખ્ખું પાણી ભરી તેમાં હળદર મિક્સ કરો. આ હળદરવાળું પાણી ઘરના મુખ્ય દ્વાર પર છાંટો. દર ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું પાણી છાંટવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘર પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે 

આ પણ વાંચો: કેતુનું નક્ષત્ર પરિવર્તન મિથુન સહિત 4 રાશિઓ માટે શુભ, અણધાર્યો ધન લાભ થવાની સંભાવના

નહાવાના પાણીમાં હળદર 

જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય અને કામમાં સફળતા ન મળતી હોય તો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોઈ શકે છે. ગુરુ ગ્રહ સંબંધિત સમસ્યા હોય તો ગુરુવારના દિવસે નહાવાના પાણીમાં હળદર ઉમેરીને સ્નાન કરવું. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે આવું કરવાથી જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ગુરુ ગ્રહ મજબૂત થાય છે. જે લોકોના લગ્ન નક્કી થવામાં સમસ્યા આવતી હોય તેઓ પણ આ ઉપાય કરી શકે છે. 

આ પણ વાંચો: Astro Tips: આવી રોટલી દાન કરવી અશુભ, પાણીની જેમ વહી જશે ધન, દુર્ભાગ્ય નહીં છોડે પીછો

તુલસીમાં ચઢાવો હળદર વાળું પાણી 

ગુરૂવારના દિવસે સવારે જલ્દી જાગી સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. ત્યાર પછી તાંબાના લોટામાં પાણી ભરી તેમાં હળદર ઉમેરીને હળદર વાળું પાણી તુલસીજીને અર્પણ કરો. ગુરુવારે તુલસીને હળદર વાળું પાણી ચઢાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. 

આ પણ વાંચો: July Born: જુલાઈમાં જન્મેલા લોકો કેવા હોય ? જાણો તેમના ગુણ, ખામીઓ અને ખુબીઓ વિશે

કેળાના ઝાડમાં ચઢાવો હળદર વાળું પાણી 

શાસ્ત્રો અનુસાર ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી પણ મહત્વની હોય છે. આ દિવસે સ્નાનાદિ કરીને કેળાના વૃક્ષમાં હળદર વાળું પાણી અર્પણ કરવું જોઈએ. માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં હળદર વાળું પાણી અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવગુરુ ગૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતી સમસ્યાથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી કારકિર્દીમાં પણ સફળતા મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More