Home> Gujarat
Advertisement
Prev
Next

હેલ્મેટ વિનાના વાહનચાલકોને નકલી યમરાજ અસલી યમરાજનો આપે છે ખોફ; મહેસાણામાં અનોખું અભિયાન

મહેસાણા ખાતે નેશનલ રોડ સેફટી માસનું અનોખું અભિયાન. નકલી યમરાજ બનાવી વાહનચાલકોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હેલ્મેટ વિનાના વાહનચાલકો ને નકલી યમરાજ અસલી યમરાજનો ખોફ આપે છે. હેલ્મેટ પહેરનાર વાહનચાલકોને ગુલાબ નું ફૂલ અને ચોકલેટ આપવામાં આવ્યા.

હેલ્મેટ વિનાના વાહનચાલકોને નકલી યમરાજ અસલી યમરાજનો આપે છે ખોફ; મહેસાણામાં અનોખું અભિયાન

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આજે નેશનલ રોડ સેફટી માસ અન્વયે અનોખી રીતે રોડ સેફટી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

fallbacks

સહકારી સંઘની ચૂંટણીમાં આદેશની ઐસીતૈસી; ગુજરાતમાં BJP પૂર્વ ધારાસભ્ય સામે ઉકળતો ચરૂ

હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે
મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને સાથે રાખી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને જાગૃતિના ભાગરૂપે અત્યારે નકલી યમરાજ હાલમાં ખાલી ગદા મારે છે પણ હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે તો યમરાજ લઈ જશે અને પરિવાર રખડી પડશે એવી સમજણ આપવાની અનોખી કામગીરી શરૂ કરી છે.

હવે ગુજરાત સહિત દેશમાં ગાયના ગોબરથી ચાલશે કાર; એક બે નહીં હશે 100 ગોબર ગેસ પ્લાન્ટ!

મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લીધો
રોડ સેફટી અભિયાન હેઠળ જે વાહનચાલક હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવે છે..આમ લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

BREAKING:બનાસકાંઠાનું કાંકરેજ અને અંકલેશ્વરમાં નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More