Home> LifeStyle
Advertisement
Prev
Next

Herbal Tea: દિવસમાં એકવાર આ હર્બલ ટી પી લેવી, પેટ પર બનતા ચરબીના ટાયર ઝડપથી ઓગળવા લાગશે

Herbal Tea For Weight loss: જો શરીરમાં ફક્ત પેટ અને કમરના ભાગે ચરબી જામી હોય તો તે સૌથી વધુ ખરાબ લાગે છે. કોઈપણ કપડા પહેરો તેમાંથી પેટ પર બનતા ચરબીના ટાયક દેખાય છે. આ ચરબીને એક હર્બલ ચાની મદદથી દુર કરી શકો છો.

Herbal Tea: દિવસમાં એકવાર આ હર્બલ ટી પી લેવી, પેટ પર બનતા ચરબીના ટાયર ઝડપથી ઓગળવા લાગશે

Herbal Tea For Weight loss: ખરાબ જીવનશૈલી અને લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરના લોકો પણ સ્થૂળતાનો શિકાર થઈ જાય છે. જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય તેમના પેટના ભાગે ચરબી ઝડપથી જામવા લાગે છે. પેટ અને કમર પર જામેલી ચરબી શરીરનો આકાર અને સ્વાસ્થ્ય બંને બગાડે છે. કોઈપણ પ્રકારના કપડાં પહેરો આ ચરબી તમારા લુકને ખરાબ કરે છે. જો આ પ્રકારે પેટ પર ચરબીના ટાયર બનવા લાગ્યા હોય તો સમયસર તેનાથી છુટકારો મેળવવાના ઉપાય પણ કરી લેવા જોઈએ. જો તમે પેટ પર જામેલી ચરબીને દૂર કરીને પેટને ફ્લેટ કરવા માંગો છો તો એક હર્બલ ચાવી વિશે જણાવીએ. આ હર્બલ ચા પીવાથી પેટ સપાટ થાય છે. એટલે કે શરીરમાં જામેલી વધારાની ચરબી ઓગાળવામાં મદદ મળે છે.

fallbacks

હર્બલ ચા માટેની સામગ્રી 

આ પણ વાંચો: Makar Sankranti 2025: પરફેક્ટ માપની સાથે મકરસંક્રાંતિ પર બનાવો 7 ધાનનો ખીચડો

અડધી ચમચી અશ્વગંધા પાવડર 
ચાર કેસરના તાંતણા 
આદુનો અડધા ઇંચનો ટુકડો 
ચપટી તજ પાવડર 
એક ચમચી મધ 
એક ગ્લાસ પાણી 

આ પણ વાંચો: જમીન પર વાળનો ઢગલો થઈ જાય છે ? આ 3 કામ કરવાનું બંધ કરી દો એટલે અટકી જશે ખરતા વાળ

એક વાસણમાં પાણી ઉકાળવા મૂકો. તેમાં ખમણેલું આદુ અને તજ ઉમેરો. 5 મિનિટ માટે બંને વસ્તુને ઉકાળો અને પછી ગેસ બંધ કરી તેમાં કેસર અને અશ્વગંધા પાવડર મિક્સ કરો. ગરમ પાણીને બેથી પાંચ મિનિટ માટે ઢાંકીને રાખો. ત્યાર પછી આ ચા હુંફાળી ગરમ હોય ત્યારે કપમાં ગાળી લો. હવે તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. 

આ પણ વાંચો: Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ આ 2 કામ કરો રોજ

હર્બલ ટી પીવાથી થતા ફાયદા 

આ હર્બલ ટીમાં જે વસ્તુઓ ઉમેરવામાં આવી છે તે શરીરને ફાયદો કરે તેવી છે. જેમકે કેસરમાં એવા ગુણ હોય છે જે સ્ટ્રેસ ઘટાડે છે અને મૂડને કંટ્રોલ કરે છે જેના કારણે શરીરમાં કોર્ટિસોલનું સ્તર નિયંત્રિત રહે છે. અશ્વગંધા પાવડર પણ કોર્ટિસોલના સ્તરને ઘટાડે છે. આ ચામાં તજ અને આદુનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પાચન ક્રિયાને સુધારે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. જેના કારણે પેટની ચરબી ધીરે ધીરે ઓગળે છે. આ ચા પીવાથી પેટની ચરબી ઓગળે છે અને માનસિક સ્થિતિ પણ સુધરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More