Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં અફીણના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ! આ કીમિયો જોઈ પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ!

Ahmedabad News: પોલીસે તપાસમાં સામે આવ્યું કે આરોપીએ  અફીણના પૈસા મેળવવા ગાડી ચોરી અંગેની ખોટી ફરિયાદ કરી હતી. હાલ સરખેજ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 1 લાખનું અફીણ કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અફીણના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ! આ કીમિયો જોઈ પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ!

મૌલિક ધામેચા /અમદાવાદ: સરખેજમાં ગાડીની ઠગાઈ કેસમાં તપાસ કરતા અફીણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. અને પોલીસે તપાસમાં સામે આવ્યું કે આરોપીએ  અફીણના પૈસા મેળવવા ગાડી ચોરી અંગેની ખોટી ફરિયાદ કરી હતી. હાલ સરખેજ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 1 લાખનું અફીણ કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

વાવાઝોડું ગુજરાતથી કેટલે દૂર છે? અંબાલાલ પટેલ લાવ્યા બિપોરજોય ચક્રવાતની નવી આગાહી

પોલીસ કસ્ટડીમા ઉભેલા આ આરોપીઓના નામ છે મુકેશ રાયકા, બેનારામ રેબારી, જૂજર રબારી અને હરિ પ્રકાશ જાટ. આરોપીઓ વચ્ચે અફીણને લઈને પૈસાના થયેલા વિવાદ બાદ ખોટી ફરિયાદ નોંધતા અફીણના નેટવર્કનો પર્દાફાશ થયો. ઘટનાની વાત કરીએ તો હરીપ્રકાશ જાટ નામનો આરોપી પોતાની સાથે કાર વેચવા આવ્યો હોવાની સ્ટોરી ઉભી કરી ઠગાઈ થયાની અરજી કરી. જેમાં બેનારામ નામના વ્યક્તિએ ગાડી વેચાણનું કહીને તેની પાસેથી 3 લાખ લઈને ઠગાઇ કરી આક્ષેપ કર્યો. 

આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી

જે અંગે પોલીસે શોધખોળ કરતા પોલીસ આરોપી બેનારામ રેબારી, મુકેશ રાયકા અને જૂજર રેબારી સુધી પહોંચી. અને આ ગાડીને લઈને ઠગાઈ નહિ પરંતુ અફીણના પૈસાની લેતી દેતી નો ખુલાસો થયો. સરખેજ પોલીસે ફરિયાદી હરિપ્રકાશ જાટ સહિત 4 આરોપીની ધરપકડ કરી.પકડાયેલ આરોપી હરિપ્રકાશ જાટ રાજેસ્થાનમા અફીણનો ધધો કરતો હતો. જ્યારે આરોપી બેના રામ રબારી અફીણનો બંધાણી છે.  બેનારામને અફીણ ખરીદવું હતુ માટે હરિપ્રકાશનો સંપર્ક ર્ક્યો હતો. હરિ પ્રકાશ એક કિલો અફીણનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો ત્યારે આરોપીઓ અફીણનો જથ્થો લઈ ગયા અને પૈસા ચૂકવ્યા નહતા. 

મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં

બેનારામને કહેવું હતું કે હરિ પ્રકાશ અફીણને લઈને ફરિયાદ નહિ કરી શકે.પરંતુ હરિ પ્રકાશે અફીણના પૈસા મેળવવા ખોટી અરજી કરી કે બેલારામએ ગાડીનું વેચાણ કરવાનું કહીને તેનો સંપર્ક કર્યો અને ₹3.20 લાખમાં ગાડીનો સોદો કર્યો.જેમાં 3 લાખ તેમજ ગાડી લઈને આરોપી ફરાર થઇ ગયા. આ ઠગાઈની ફરિયાદની તપાસ દરમ્યાન પોલીસને અફીણ રાજેસ્થાન નેટવર્કનો પર્દાફાશ કરી સરખેજ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

મોદી સરકારે ભારતીયોને આપી સલાહ, Unknown Numberના ભુલથી પણ ન ઉઠાવશો Calls,જાણો કેમ

આમ સરખેજમાં કારની ઠગાઈની ખોટી અરજી અંગે તપાસ કરતા પણ મોટા ગુનાઓ ભેદ ઉકેલાયો  અને 1 લાખથી વધુની કિંમતનું અફીણ કબ્જે કરવામાં આવ્યું. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે જેથી અગાઉ કેટલી વખત આરોપીઓ અફીણની હેરાફેરી કરી ચુક્યાનું સામે આવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More