નવી દિલ્હીઃ Coromandel Train Accident: ઓડિશાના બાલાસોર (Balasore)જિલ્લામાં થયેલા ટ્રેન અકસ્માતની તપાસ સીબીઆઈએ પોતાના હાથમાં લીધી છે. મંગળવાર (6 જૂન) એ આ મામલામાં કેસ દાખલ કરી લીધો છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમે બાલાસોર પહોંચીને ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો છે. આ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધી 178 લોકોના મોત થયા છે અને 1 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
અધિકારીએ કહ્યુ કે સીબીઆઈએ રેલ મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સહમતિ અને કેન્દ્ર સરકારના આદેશો પર કોરોમાંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલગાડીથી સંબંધિત ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં કેસ દાખલ કર્યો છે. આ દુર્ઘટના 2 જૂને ઓડિશાના બાહાનગા બજાર સ્ટેશનની પાસે થઈ હતી.
આ પણ વાંચોઃ મોદી સરકારે ભારતીયોને આપી સલાહ, Unknown Numberના ભુલથી પણ ન ઉઠાવશો Calls,જાણો કેમ
બાલાસોર રેલ દુર્ઘટનાની સીબીઆઈ તપાસ શરૂ
સીબીઆઈની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પાટાઓનું નિરીક્ષણ કર્યું. સાથે બાહાનગા બજાર રેલવે સ્ટેશન પર તૈનાત રેલવાના અધિકારીઓ સાથે પૂછપરછ કરી છે. સીબીઆઈ અધિકારીઓની સાથે ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ફોરેન્સિક ટીમે પણ સિગ્નલ રૂટના કર્મચારીઓ સાથે વાત કરી અને ઉપકરણોના ઉપયોગ અને તેના કામ કરવાની રીત વિશે જાણકારી લીધી.
શું બોલ્યા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ?
સીબીઆઈ અકસ્માતની ગુનાહિત એંગલથી તપાસ કરશે કારણ કે રેલવેએ અકસ્માત પાછળ તોડફોડ કે બાહ્ય હસ્તક્ષેપની શક્યતા વ્યક્ત કરી છે. આ અકસ્માત બાદ 3 જૂને ઓડિશા પોલીસે બાલાસોર સરકારી રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ દુર્ઘટના થઈ છે.
આ પણ વાંચોઃ શું હવે આ મહત્વનું રાજ્ય પણ ભાજપ ગુમાવશે? કોંગ્રેસનો ચોંકાવનારો દાવો
બાહાનગા બજાર સ્ટેશનની પાસે થઈ હતી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે આ ભીષણ દુર્ઘટના 2 જૂને સાંજે સાત કલાક આસપાસ ઓડિશાના બાલાસોર જિલ્લામાં બાહાનગા બજાર રેલવે સ્ટેશન પર થઈ હતી. ત્યારે ચેન્નઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા માલગાડી સાથે ટકરાઈને પાટા પરથી ઉતરી ગયા હતા. તે સમયે ત્યાંથી બેંગલુરૂ-હાવડા એક્સપ્રેસ પણ પસાર થઈ રહી હતી. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા બેંગલુરૂ-હાવડા સાથે ટકરાઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે